કરવડ ઇન્ડ. ઍસ્ટેટમાં વર્કશોપમાંથી રૂ. ૬૮ હજારના માલ સામાનની ચોરી
- byDamanganga Times
- 20 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધ)
વાપી, તા. ૧૯ ઃ વાપીના કરવડ દમણગંગા ઈન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટમાં આવેલા વર્કશોપમાંથી ચોરીની ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદી હિતેશભાઈ ભગુભાઈ પટેલ, ઉ.વ.૪૪, રહે. ચીખલા દુર્લભનગર, વલસાડ શાંતા ગુલાબ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં શુભ ઍન્જીનીયરીંગ વર્કસ શોપ ચલાવે છે. તેઓ વાલ્વ સર્વિસનું કામ કરે છે. ગઈ તા. ૧૦/૧૦/૨૦૨૬ ના રોજ તેમના ભાણેજ અવિ પટેલ છોટા હાથી ટેમ્પો નં. ઞ્થ્-૧૫-ખ્સ્-૫૬૨૦ માં વાપીની મેગાફાઈન ફાર્મા કંપનીના ૨ નંગ વાલ્વ તથા આયુશી કંપનીનો ઍસ ઍસ બ્રેકેટ સર્વિસ માટે લાવી વર્કશોપના કંપાઉન્ડમાં પાર્ક કરી ગયા હતા.
તા. ૧૨/૧૦/૨૦૨૬ ના સવારે સામાન ઉતારવા જતા ટેમ્પોમાંથી વાલ્વ નંગ-૨ કિ.રૂ. ૪૦,૦૦૦ અને બ્રેકેટ કિ.રૂ. ૨૮,૩૮૦ મળી કુલ રૂ. ૬૮,૩૮૦ ની ચોરી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું.
બનાવ તા.૧૦ ના સાંજે ૬.૧૫ થી તા.૧૨ અોકટો.ના સવારે ૧૦.૩૦ દરમિયાન બન્યો હતો. પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
