Damanganga Times.

Damanganga Times.

October 20, 2026

વાપી અંબામાતા મંદિરે આઠમનો હવન યોજાયો

વાપી અંબામાતા મંદિરે આઠમનો હવન યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધ)

વાપી, તા. ૧૯ ઃ  વાપીના પ્રસિદ્ધ અંબામાતા મંદિરે આજે આઠમના પાવન દિવસે ભવ્ય હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે આયોજિત આ હવનમાં બેસ્ટ પેપર મિલના ડાયરેક્ટર નીતિનભાઈ ઓઝા સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તોઍ ઉપસ્થિત રહી હવનમાં આહુતિ આપી હતી અને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સમગ્ર નવરાત્રિ દરમિયાન મંદિરમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. નવ દિવસ સુધી દરરોજ સાંજથી મોડી રાત સુધી હજારો ખેલૈયાઓઍ ગરબાની રમઝટ બોલાવી નવરાત્રિ મહોત્સવનો આનંદ માણ્યો હતો.  સાથે જ નવ દિવસ દરમિયાન માતાજીના દર્શન માટે રોજ હજારો ભક્તોની ભીડ ઉમટી પડી હતી. વહેલી સવારથી મોડી રાત સુધી દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. આઠમના હવન બાદ નવમીના દિવસે પૂર્ણાહુતિ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે.