Damanganga Times.

Damanganga Times.

October 20, 2026

વાપીમાં ફૂડ ડિલિવરી બોયની બેફામ સ્પીડથી અકસ્માતનો ભય

વાપીમાં ફૂડ ડિલિવરી બોયની બેફામ સ્પીડથી અકસ્માતનો ભય


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધ)

વાપી, તા. ૧૯ ઃ વાપી પંથકમાં ઓનલાઇન ઍપ્લિકેશન મારફતે નાસ્તો, જમવાનું અને અન્ય ખાદ્ય સામગ્રીની ડિલિવરી કરતા ફૂડ ડિલિવરી બોય દ્વારા બેફામ ઝડપે બાઈક ચલાવવાની પ્રવૃત્તિ રાહદારીઓ તેમજ અન્ય વાહનચાલકો માટે જોખમી બની રહી છે. સમયસર ઓર્ડર પહોંચાડવાની ઉતાવળમાં કેટલાક ડિલિવરી બોય જાહેર માર્ગો પર પૂરપાટ ઝડપે બાઈક ચલાવતા હોવાથી અકસ્માતની સંભાવના વધી રહી છે. આવી સ્થિતિમાં સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરી નિયમોનું ઉલ્લંઘન કરતા બાઈકચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી રહી છે.

સમગ્ર દેશમાં ઓનલાઇન ખરીદી અને ખાદ્ય સામગ્રી મંગાવવાનું ચલણ સતત વધી રહ્નાં છે. ખાસ કરીને બપોરના ભોજનથી લઈને મોડી સાંજના નાસ્તા અને રાત્રિના ભોજન સુધી લોકો વિવિધ ઓનલાઇન ઍપ્લિકેશન મારફતે ઓર્ડર આપવાનું પસંદ કરે છે. વાપી ઉપરાંત દમણ અને સેલવાસ વિસ્તારમાં પણ ઓનલાઇન ફૂડ ડિલિવરી સેવાઓનો વ્યાપ વધ્યો છે. આ સેવાઓ દ્વારા ગ્રાહકો સુધી ઝડપથી ઓર્ડર પહોંચાડવા માટે મોટી સંખ્યામાં ડિલિવરી બોય કાર્યરત છે.

જોકે, ઓર્ડર સમયસર પહોંચાડવાની ઉતાવળમાં કેટલાક ડિલિવરી બોય ટ્રાફિકના નિયમોની અવગણના કરી પૂરપાટ ઝડપે બાઈક ચલાવતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. 

જાહેર રસ્તાઓ પર પસાર થતા રાહદારીઓ, ટુ-વ્હીલરચાલકો તેમજ કારચાલકો માટે આવી બેફામ ડ્રાઇવિંગ જોખમરૂપ બની શકે છે. અચાનક બાઈક વળાંક લેવી, વાહનોની વચ્ચેથી ઝડપથી પસાર થવું કે ટ્રાફિકની પરિસ્થિતિને અવગણીને વાહન ચલાવવું ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે.

ઝડપ કરતાં સુરક્ષાને પ્રાથમિકતા આપવી જરૂરી ઃ ફૂડ ડિલિવરી સેવાઓના કારણે લોકોને સુવિધા મળી રહી છે, પરંતુ આ સુવિધા અન્ય લોકોની સુરક્ષાના ભોગે ન હોવી જોઈઍ. ડિલિવરી કંપનીઓઍ પણ પોતાના કર્મચારીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, નિયંત્રિત ઝડપે વાહન ચલાવવા અને સમયસર ઓર્ડર પહોંચાડવાના દબાણમાં જોખમી ડ્રાઇવિંગ ન કરવા માટે જરૂરી સૂચનાઓ આપવી જોઈઍ.

વાપી વિભાગના ડીવાયઍસપી બી. ઍન. દવે, ટ્રાફિક પોલીસના પીઆઈ તેમજ સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે. ખાસ કરીને વ્યસ્ત માર્ગો અને વધુ અવરજવરવાળા વિસ્તારોમાં તપાસ હાથ ધરી બેફામ ઝડપે વાહન ચલાવતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.