સેલવાસમાં દશેરા પર્વે ગલગોટાના ફૂલોની આવક વધી
- byDamanganga Times
- 20 October, 2026
દશેરા પર્વના આગમન સાથે સેલવાસના બજારોમાં ગલગોટાના ફૂલોની ખરીદી અને વેચાણમાં તેજી જોવા મળી રહી છે. પર્વની તૈયારીઓને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂલોની દુકાનો અને સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. આ વર્ષે સારા વરસાદને કારણે ફૂલોનું ઉત્પાદન વધતાં બજારમાં આવક વધી છે, જેના પરિણામે ભાવમાં રાહત મળી છે. ગત વર્ષે ગલગોટાના ફૂલોનો ભાવ પ્રતિ કિલો આશરે રૂ. ૧૨૦ હતો, જ્યારે આ વર્ષે ભાવ ઘટીને રૂ. ૬૦થી ૮૦ની આસપાસ રહેતાં ગ્રાહકોને મોટી રાહત મળી છે. ફૂલોની વધુ આવકને કારણે ખરીદદારોને ઓછા ભાવે ફૂલો મળી રહ્ના છે.
