આત્મહત્યાની કરૂણાંતિકા બાદ શું બદલાશે સ્થિતિ?
- byDamanganga Times
- 19 October, 2026
તાજેતરમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના દિવસી ગામની નીલોસી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષક સ્વ. શંકરભાઈ જાદવના અકાળ અવસાને સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતને હચમચાવી મૂક્યું છે. તેમણે જીવન ટૂંકાવતા પહેલાં લખેલી સુસાઇડ નોટમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો હતો કે શાળામાં વધતા જતાં ઓનલાઈન કામગીરીના અસહ્ના ભારણ અને તણાવના કારણે તેઓ આ આત્યંતિક પગલું ભરી રહ્ના છે.
આ કોઈ માત્ર ઍક વ્યક્તિગત ઘટના નથી, પરંતુ રાજ્યભરના હજારો શિક્ષકો જે તણાવ અને પીડામાંથી પસાર થઈ રહ્ના છે તેની ઍક વરવી વાસ્તવિકતા છે. આ કરૂણાંતિકા બાદ સમગ્ર રાજ્યમાં શિક્ષક સંગઠનો, શિક્ષણપ્રેમીઓ અને વાલીઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. આવેદનપત્રો, વિરોધ પ્રદર્શનો અને રજૂઆતોનો દોર શરૂ થયો છે. પરંતુ સવાલ ઍ ઊભો થાય છે કે શું આ ઘટના બાદ ખરેખર શિક્ષકો પરનું ઓનલાઈન ભારણ ઓછું થશે? શું સરકાર આ ગંભીર મુદ્દે સંવેદનશીલતાથી વિચારણા કરીને કોઈ નક્કર નિર્ણય લેશે?
ઓનલાઈન કામગીરીનો અતિરેક વર્ગખંડથી દૂર થતો શિક્ષક
છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી અને ડિજિટલાઇઝેશનનો વ્યાપ ખૂબ વધ્યો છે. કાગળ પરની પ્રક્રિયાઓ ઘટાડવા અને પારદર્શિતા લાવવાના નામે વિવિધ પોર્ટલ, ઍપ્લિકેશન્સ અને ઓનલાઈન ફોર્મ્સ શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ વાસ્તવિકતા ઍ છે કે આ વ્યવસ્થા શિક્ષકો માટે સુવિધા બનવાને બદલે શારીરિક અને માનસિક બોજ બની ગઈ છે.
આજે ઍક શિક્ષકે વર્ગખંડમાં ભણાવવા ઉપરાંત નીચે મુજબની અસંખ્ય ઓનલાઈન કામગીરીઓ કરવી પડે છે
દૈનિક ઓનલાઈન હાજરી શિક્ષકો અને વિદ્યાર્થીઓની રોજેરોજ ઍપ દ્વારા હાજરી પૂરવી.
વિવિધ પોર્ટલ્સ પર ડેટા ઍન્ટ્રી બાળ ગણના, સરકારી યોજનાઓની માહિતી, શિષ્યવૃત્તિ, ગણવેશ તથા પુસ્તક વિતરણની ઓનલાઈન નોંધ.
મૂલ્યાંકન અને કસોટીના ગુણની ઍન્ટ્રી ઍકમ કસોટીઓ (લ્ખ્વ્), સત્રાંત પરીક્ષાઓ અને મિશન વિદ્યા કે ગુણોત્સવ અંતર્ગત વિવિધ ડેટા અપલોડ કરવો.
અન્ય બિન-શૈક્ષણિક ઓનલાઈન સર્વે આધાર કાર્ડ લિંકિંગ, બેંક ઍકાઉન્ટ ડિટેલ્સ અપડેટ કરવી અને અવારનવાર મંગાવાતી માહિતીઓની ત્વરિત ઍન્ટ્રી.
આ કામગીરીઓમાં સૌથી મોટી સમસ્યા ઍ છે કે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્ક કે કનેક્ટિવિટીની કાયમી સમસ્યા હોય છે. નેટવર્ક ન મળવાના કારણે શિક્ષકોઍ મોડી રાત સુધી કે પોતાના ઘરે જઈને પણ આ કામ પૂરું કરવું પડે છે. પરિણામે શિક્ષક રાત-દિવસ ટેન્શનમાં રહે છે.
ઓફલાઈન કામગીરી અને શિક્ષણનું સ્તર
શિક્ષકો સાથેની વાતચીત અને ભૂતકાળના અનુભવો પર નજર કરીઍ તો ચિત્ર સ્પષ્ટ થાય છે. કેટલાક દાયકાઓ પહેલાં ઓનલાઈન પોર્ટલ કે અતિશય કાગળીયા કામગીરી નહોતી. ત્યારે શિક્ષકનું સંપૂર્ણ ધ્યાન માત્ર અને માત્ર વર્ગખંડ, બાળકના માનસ અને તેના શિક્ષણ પર રહેતું હતું.
અગાઉની સ્થિતિ
શિક્ષક શાળાઍ આવતો, બાળકને પ્રેમથી ભણાવતો, તેની નબળાઈઓ ઓળખીને તેને સુધારવાનો પ્રયાસ કરતો. વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે ઍક ગુરુ-શિષ્યનો આત્મીય સંબંધ બંધાતો. પરિણામે બાળકોમાં પાયાનું જ્ઞાન, વાચન, ગણન અને લેખન કૌશલ્ય ખૂબ જ મજબૂત બનતું.
આજે ચિત્ર તદ્દન ઉલટું છે. વર્ગખંડમાં દાખલ થતાં જ શિક્ષકના મગજમાં ઍ ચિંતા હોય છે કે આજે કયો ડેટા અપલોડ કરવાનો છે, કયો રિપોર્ટ મોકલવાનો છે કે કયા પોર્ટલ પર ઍન્ટ્રી બાકી છે. આ સિવાય વર્ષ દરમિયાન અસંખ્ય ઉજવણીઓ, કાર્યક્રમો, સાહો અને પ્રવૃત્તિઓના ફોટોગ્રાફસ પાડીને ગ્રુપમાં મોકલવાની કામગીરી મુખ્ય બની ગઈ છે.
આ પરિસ્થિતિના કારણે વર્ગખંડમાં શૈક્ષણિક સમય ઘટી રહ્ના છે. શિક્ષક ઈચ્છવા છતાં પણ બાળકોને પૂરતો સમય આપી શકતો નથી, જેની સીધી અસર શિક્ષણની ગુણવત્તા પર પડી રહી છે.
મુખ્ય શિક્ષકો (ર્ણ્ફૂર્ફુીસ્ન્દ્દફૂશ્વસ્ન્) અને શિક્ષકોની માનસિક સ્થિતિ
શાળાના વડા ઍટલે કે મુખ્ય શિક્ષક (ઍચ-ટાટ શિક્ષકો)ની હાલત આ વ્યવસ્થામાં સૌથી વધુ કફોડી બની છે. મુખ્ય શિક્ષકે શાળાનું શૈક્ષણિક સંચાલન કરવાનું હોય છે, પરંતુ હાલમાં તેઓ માત્ર ઍક કો-ઓર્ડિનેટર કે ડેટા સુપરવાઈઝર બનીને રહી ગયા છે.
ઉચ્ચ અધિકારીઓ તરફથી અવારનવાર ડેડલાઈન આપવામાં આવે છે અને આજે સાંજે ૫ વાગ્યા સુધીમાં ડેટા નહીં ભરાય તો પગાર અટકાવવામાં આવશે કે શિક્ષાત્મક પગલાં લેવાશે જેવી ધમકીભરી સૂચનાઓ મળે છે.
રોજબરોજના આ તણાવના કારણે મુખ્ય શિક્ષકો અને શિક્ષકો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, નપુંસકતા જેવી માનસિક અને શારીરિક બીમારીઓનો ભોગ બની રહ્ના છે.
શિક્ષક સમાજમાં સન્માનની નજરે જોવાય છે, પરંતુ આવી બિન-શૈક્ષણિક કામગીરી અને અધિકારીઓની કડક ભાષાના કારણે શિક્ષકો પોતાના આત્મસન્માનમાં ઘટાડો અનુભવી રહ્ના છે. સ્વ. શંકરભાઈ જાદવનો કેસ આ માનસિક તણાવની જ ચરમસીમા દર્શાવે છે.
શિક્ષક સમાજની ઍક જ પોકાર અમને માત્ર ભણાવવા દો
દિવસેને દિવસે જટિલ બનતી જતી આ પરિસ્થિતિ વચ્ચે સમગ્ર રાજ્યના શિક્ષક સમાજમાંથી ઍક જ અવાજ અને માંગણી ઉઠી રહી છે શિક્ષકનું કામ માત્ર અને માત્ર શિક્ષણ આપવાનું છે, તેથી તેમને અન્ય તમામ બિન-શૈક્ષણિક અને અતિશય ઓનલાઈન કામગીરીમાંથી કાયમી મુક્તિ આપવામાં આવે.
શિક્ષક સંગઠનો દ્વારા કરવામાં આવેલી મુખ્ય રજૂઆતો અને સૂચનો નીચે મુજબ છે
ડેટા ઍન્ટ્રી ઓપરેટરની નિમણૂક દરેક શાળા અથવા ક્લસ્ટર (ઘ્ય્ઘ્) કક્ષાઍ ડેટા ઍન્ટ્રી માટે અલગથી ક્લાર્ક કે કમ્પ્યુટર ઓપરેટરની નિમણૂક કરવામાં આવે, જેથી શિક્ષકે કમ્પ્યુટર પર બેસવું ન પડે.
ઍક જ ઍકીકૃત (શ્ઁજ્ઞ્શ્જ્ઞ્ફૂફુ) પોર્ટલૅં અલગ-અલગ ડઝનબંધ ઍપ્લિકેશનો અને પોર્ટલના બદલે તમામ માહિતી માટે ઍક જ સરળ સિસ્ટમ હોવી જોઈઍ, જેમાં વારંવાર ઍકની ઍક માહિતી ભરવી ન પડે.
અધિકારીઓના તણાવમુક્ત વ્યવહાર શિક્ષકો સાથે આદરપૂર્વક વ્યવહાર થાય અને ડેડલાઈનના નામે માનસિક શ્રમ કે ટોર્ચર આપવાનું બંધ થાય.
બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર રોક વિવિધ સર્વે, વસ્તી ગણતરી કે અન્ય સરકારી કાર્યક્રમોમાં શિક્ષકોની ડ્યુટી રોકવા પર મનાઈ હોવી જોઈઍ.
શું સરકાર ઓનલાઈન ભારણ ઓછું કરશે? ભવિષ્યની શક્યતાઓ
કપરાડાની ઘટના બાદ શાસક અને વિપક્ષ બંનેમાં આ મુદ્દે ચર્ચાઓ જાગી છે. વિવિધ પ્રાથમિક શિક્ષક સંઘોઍ મંત્રીઓ અને સચિવોને આવેદનપત્રો આપીને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો શિક્ષકો પરનું ભારણ નહીં ઘટે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ માટે આ ઘટના આંખ ઉઘાડનારી છે. જાહેર જનતા અને શિક્ષકોમાં વધી રહેલા અસંતોષને ધ્યાનમાં રાખીને સરકાર નીચે મુજબના પગલાં વિચારી શકે છેં
ઓનલાઈન પ્રક્રિયાઓનું સરળીકરણ નકામી કે પુનરાવર્તિત (શ્વફૂષ્ટફૂદ્દજ્ઞ્દ્દજ્ઞ્રુફૂ) થતી ઓનલાઈન ઍન્ટ્રીઓ રદ કરવામાં આવી શકે છે.
નિયમોમાં છૂટછાટ નેટવર્ક કે ટેકનિકલ ખામી સમયે સમયમર્યાદામાં રાહત આપવાના આદેશો છૂટી શકે છે.
કમીટીની રચના શિક્ષકોની સમસ્યાઓ સમજવા અને શૈક્ષણિક વાતાવરણ સુધારવા માટે ઍક ખાસ કમિટીની રચના કરીને અહેવાલ મંગાવવામાં આવી શકે છે.
જોકે, માત્ર આશ્વાસન કે કાગળ પરના પરિપત્રોથી સ્થિતિ બદલાશે નહીં. જો સરકાર ખરેખર સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા માંગતી હોય અને સ્વ. શંકરભાઈ જેવા શિક્ષકોના બલિદાનને માન આપવા માંગતી હોય, તો સરકારે નીતિગત નિર્ણય લઈને શિક્ષકોને ડેટા કલેક્ટરમાંથી મુક્ત કરીને ફરીથી સાચા અર્થમાં જ્ઞાનના દાતા કે શિક્ષક બનાવવા પડશે. શિક્ષણ ઍ રાષ્ટ્રના નિર્માણનો પાયો છે અને શિક્ષક ઍ પાયાનો ઘડવૈયા છે. જો ઘડવૈયો જ માનસિક તણાવ અને ઓનલાઈન કામગીરીના બોજ હેઠળ દબાયેલો રહેશે તો દેશનું ભવિષ્ય ઍવા બાળકોનું ઘડતર યોગ્ય રીતે થઈ શકશે નહીં. કપરાડાના શિક્ષકની આત્મહત્યા ઍ સમગ્ર સિસ્ટમ માટે લાલબત્તી સમાન છે. હવે સમય આવી ગયો છે કે સરકાર, શિક્ષણવિદો અને સમાજ સાથે મળીને આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવે અને શિક્ષકને તેનું મૂળ કામ—ઍટલે કે માત્ર અને માત્ર બાળકોને ભણાવવાનું કામ કરવા માટે મુક્ત વાતાવરણ પૂરું પાડે.
