ધરમપુરમાં ઠેર ઠેર નવરાત્રિનો રંગ જામ્યો
- byDamanganga Times
- 19 October, 2026
ધરમપુર, તા.૧૮ ઃ ધરમપુર શહેરમાં નવરાત્રિના પાવન પર્વની ભક્તિભાવ, આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. શહેરનાં પૌરાણિક મંદિરો, શાળા પરિસરો, વિવિધ વિસ્તારો અને સોસાયટીઓમાં માતાજીના ગરબાની રમઝટ જામી છે. પરંપરાગત વેશભૂષામાં સજ્જ યુવક-યુવતીઓ સહિત મોટી સંખ્યામાં ગરબા રસિકો માતાજીની આરાધના સાથે ગરબે ઘૂમી નવરાત્રિ પર્વનો આનંદ માણી રહ્ના છે. શહેરમાં મોડી રાત સુધી ગરબાની રમઝટ વચ્ચે નવરાત્રિનો અનોખો રંગ જોવા મળી રહ્ના છે. ધરમપુરના પૌરાણિક લક્ષ્મીનારાયણ મંદિર પરિસરમાં વર્ષોથી ચાલી આવતી ગરબાની પરંપરા આજે પણ અકબંધ રહી છે. અહીં માતાજીના ગરબામાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ જોડાઈ રહ્ના છે. કેડિયાં, ચણિયાચોળી, ઘાઘરા અને કુર્તી જેવા પરંપરાગત પહેરવેશમાં સજ્જ યુવક-યુવતીઓ લયબદ્ધ તાલે ગરબે ઘૂમી ધાર્મિક આસ્થા અને સાંસ્કૃતિક પરંપરાનો સુંદર સમન્વય રજૂ કરી રહ્ના છે. માતાજીની આરાધના સાથે ગરબાના તાલે ઝૂમતા ખેલૈયાઓના ઉત્સાહથી મંદિર પરિસર ભક્તિમય બની રહ્નાં છે.
ઍસ.ઍમ.ઍસ.ઍમ. હાઈસ્કૂલ પરિસરમાં સૌરાષ્ટ્રવાસીઓ દ્વારા ગરબાની ઉજવણી રંગેચંગે કરવામાં આવી રહી છે. પરંપરાગત ગરબા અને સંગીતના તાલે ખેલૈયાઓ ઉત્સાહપૂર્વક ગરબે ઘૂમી રહ્ના છે. આ ઉપરાંત -ભુ ફળિયા ખાતે યુવા સંગઠનો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં યુવાનો સહિત ગરબા રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્ના છે. બીજી તરફ, આસુરા ઝાંપા ખાતે ગરબા અને દાંડિયા રાસની રમઝટ જામી છે. અહીં મોટી સંખ્યામાં યુવાઓ દાંડિયા રાસ અને ગરબામાં જોડાઈ નવરાત્રિની મોજ માણી રહ્ના છે. જ્યારે આસુરા ચોકડી ખાતે પરંપરાગત ગરબાઓના તાલે ઍક તાલે અને ઍક સૂરે ગરબા રસિકો ઝૂમી ઊઠે છે. પરંપરાગત ગરબાની લય અને ખેલૈયાઓના ઉત્સાહથી આ વિસ્તારોમાં નવરાત્રિનો માહોલ વધુ રંગીન બની રહ્ના છે. આ ઉપરાંત ધરમપુરના ગાર્ડન રોડ, દસોંદી ફળિયું, મહાલક્ષ્મી સોસાયટી સહિત શહેરના વિવિધ વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ નવરાત્રિ પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. ઠેરઠેર માતાજીની આરાધના, ગરબાના તાલ અને પરંપરાગત વેશભૂષામાં સજ્જ ખેલૈયાઓની હાજરીથી સમગ્ર વિસ્તાર નવરાત્રિના રંગે રંગાયો છે.
