Damanganga Times.

Damanganga Times.

October 19, 2026

ધરમપુરમાં રેશનકાર્ડની નોટિસ મુદ્દે રજૂઆત ઃ લાભાર્થીઓમાં ચિંતા

ધરમપુરમાં રેશનકાર્ડની નોટિસ મુદ્દે રજૂઆત ઃ લાભાર્થીઓમાં ચિંતા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૧૮ ઃ ધરમપુર તાલુકામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ હેઠળ કેટલાક રેશનકાર્ડધારકોને નોન-ઍનઍફઍસઍ (ફબ્ફ-ફજ્લ્ખ્) શ્રેણીમાં સમાવેશ કરવા અંગે મામલતદાર કચેરી દ્વારા નોટિસ આપવામાં આવતાં ગરીબ અને આદિવાસી પરિવારોમાં ચિંતા જોવા મળી રહી છે. આ નોટિસને પગલે અસરગ્રસ્ત પરિવારોની પાત્રતા અને આવકના પુરાવાની યોગ્ય ચકાસણી કરવામાં આવે તેવી માગ સાથે રજૂઆત કરવામાં આવી છે. નોટિસ મળવાનો અર્થ રેશનકાર્ડ બંધ થઈ ગયું ઍવો નથી, પરંતુ સરકારી અનાજના લાભ માટેની પાત્રતા અંગેની કાર્યવાહી સાથે તેનો સંબંધ છે.
  આ મુદ્દે વલસાડ જિલ્લા કોંગ્રેસના અનુસૂચિત જનજાતિ (ઍસ.ટી.) સેલના પ્રમુખ રાહુલ પટેલની આગેવાનીમાં સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. નાનીવહિયાળના પૂર્વ સરપંચ દિલીપભાઈ પટેલ અને પૂર્વ તાલુકા કારોબારી સભ્ય રાજેશભાઈ પટેલ પણ આ રજૂઆતમાં જોડાયા હતા. તેમણે ગરીબ અને આદિવાસી પરિવારોની વાસ્તવિક પરિસ્થિતિ ધ્યાનમાં રાખી યોગ્ય તપાસ બાદ નિર્ણય લેવામાં આવે તેવી માગ કરી હતી.
 આ અંગે મામલતદાર કચેરીમાંથી મળેલી માહિતી મુજબ, જે રેશનકાર્ડધારકોની વાર્ષિક આવક છ લાખ રૂપિયાથી ઓછી હોય તેમણે આવકના પુરાવા સાથે પોતાની રજૂઆત કરવી જોઈઍ. લાભાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો અને વિગતોની ચકાસણી કર્યા બાદ નિયમો અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તેથી નોટિસ મેળવનારા પરિવારોને પોતાની આવકના પુરાવા અને જરૂરી દસ્તાવેજો સાથે મામલતદાર કચેરીનો સંપર્ક કરવા અનુરોધ છે. રજૂઆત અને પુરાવાના આધારે લાભાર્થીઓ ની પાત્રતા ચકાસીને નિયમ મુજબ નિર્ણય લેવામાં આવશે.