ઍîધલથી વિદેશી દારૂની ખેપ મારતા સુરતના ૪ પોલીસકર્મી ઝડપાયા
- byDamanganga Times
- 19 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા. ૧૮ ઃ ગુજરાતમાં કડક દારૂબંધીના કાયદાના અમલ વચ્ચે પોલીસ બેડાને શર્મસાર કરતી ઍક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત શહેર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા ચાર પોલીસકર્મીઓ જ વિદેશી દારૂની ખેપ મારતા અને દારૂના નશામાં ચૂર હાલતમાં નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (ન્ઘ્ગ્)ના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા છે. હદ તો ત્યારે થઈ જ્યારે આ ખાખી વર્દીધારીઓઍ પોતાની જ ફરજ બજાવતા ન્ઘ્ગ્ પોલીસકર્મીઓ સાથે ગાળાગાળી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડી તથા ઢીકા-પાટુનો માર મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે ફિલ્મી ઢબે નાકાબંધી કરી તમામને ઝડપી પાડ્યા છે. નવરાત્રી પર્વ નિમિત્તે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર વોચ રાખવા માટે નવસારી ઍલ.સી.બી. પી.આઈ. વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમો વાહન ચેકિંગમાં હતી. શનિવાર રાત્રે મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નં. ૪૮ ઉપર ગણદેવી નાં ઍંધલ ગામની સીમમાં ઓમકાર કિરાણા સ્ટોર સામે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ જણાતી સફેદ રંગની સ્વિફટ કાર (નંબર પ્લેટ પર ખ્ભ્ભ્ન્ત્ચ્ઝ઼ જ્બ્ય્ ય્ચ્ઞ્ત્લ્વ્ય્ખ્વ્ત્બ્ફ) ને રોકવામાં આવી હતી. કારની તલાશી લેતાં તેમાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. કારમાં સવાર યુવાનો પણ દારૂ પીધેલી હાલતમાં હતા. ઍલ.સી.બી.ના કોન્સ્ટેબલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરતાં જ કારમાં સવાર ખાખીધારીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરજ પરના કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી લાકડી વડે ફટકારી ભાગી છૂટ્યા હતા. હુમલો કરી ફરાર થયેલી કારનો ઍલ.સી.બી. સ્ટાફે તુરંત પીછો કર્યો હતો અને આગળ વેસ્મા નાઝ હોટલ પાસે વાહન ચેકિંગમાં રહેલી બીજી ટીમને ઍલર્ટ કરી નાકાબંધી કરાવી હતી. પોલીસે ઘેરાબંધી કરી કારને આંતરી લઈ તમામ પાંચેય આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં અંકિતભાઇ કમુભાઇ દેવડા (પોલીસ કોન્સ્ટેબલ, રીઝિયન-૨ ટ્રાફિક, સુરત), પીન્ટુભાઇ સાજાભાઇ ડુંગાઇસા (પોલીસ કોન્સ્ટેબલ, રીઝિયન-૩ ટ્રાફિક, સુરત), દિતાભાઇ માવાભાઇ ચૌહાણ (પોલીસ કોન્સ્ટેબલ, રીઝિયન-૨ ટ્રાફિક, સુરત), રાહુલકુમાર બાબુભાઇ ધ્રાંગી (પોલીસ કોન્સ્ટેબલ, રીઝિયન-૨ ટ્રાફિક, સુરત) અને દેવરાજભાઇ ઠાકરેજી રબારી (હીરા ઘસવાનું કામ કરનાર, સુરત) ને દબોચી લીધા હતા. કારમાંથી રૂ.૩૫,૬૧૮ ની વિદેશી દારૂ બોટલો ૬૪, તેમજ રૂ.૫ લાખ ની સફેદ રંગની સ્વિફટ ડિઝાયર કાર(ઞ્થ્-૦૮-ઝ઼પ્-૫૨૫૪), રૂ.૨૫ હજારના પાંચ મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૫,૬૦,૬૧૮નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. અને પોલીસ પર હુમલો, ફરજમાં રૂકાવટ, રાયોટિંગ તેમજ -ોહિબિશન ઍક્ટ, મોટર વ્હીકલ ઍક્ટ અને જી.પી. ઍક્ટની વિવિધ કલમો હેઠળ ગણદેવી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. દારૂબંધી ધરાવતા ગુજરાતમાં ખુદ ખાખી વર્દી જ દારૂની તસ્કરીમાં સામેલ નીકળતાં સમગ્ર પોલીસ બેડા સહિત રાજ્યભરમાં ભારે ચકચાર મચી ગઈ છે. વધુ તપાસ ગણદેવી પીઆઈ ઍન આઈ રાઠોડ કરી રહ્નાં છે.
