દમણમાં વડિલોનું સન્માન કરાયું
- byDamanganga Times
- 19 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા.૧૮ ઃ લાયન્સ પરિવાર દમણ અને હોટેલ દરિયા દર્શન દ્વારા સંયુક્ત રીતે વડિલોના સન્માનનો કાર્યક્રમે નવરાત્રિનાં દિવસોમાં હોટેલ દરિયા દર્શનના પ્રાંગણમાં આયોજન કરવામાં આવ્યો હતો.હોટેલ દરિયાદર્શનના માલિક લા. નવિનભાઈ ફેîટા દ્વારા ઍમના માતા સ્વ. કેશરબેન ફેîટા અને પિતા સ્વ. કાનજીભાઈ ફેîટાની યાદમાં છેલ્લા ૨૫ વર્ષથી વડિલોના સન્માનનો આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્ના છે.આજના આ વડિલ દિનના કાર્યક્રમ નિમિત્તે ૧૯ જેટલા વડિલોનું શાલ અોઢાડીને, શ્રીફળ અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું અને ઍમના સામાજીક દાયિત્વને બીરદાવવામાં આવ્યું હતું.
આજના આ સન્માન સમારંભમાં મુક્ય મહેમાન તરીકે લા. નવિનભાઈ ફેîટા અને ઍમના પુત્રી પદમાવતીબેન હાજર રહ્ના હતાં. અતિથિ વિશેષ તરીકે લા. ઈન્ટરનેશનલના ડિસ્ટ્રીક્ટના રીજીયનના ચેરપર્સન લા. બિપિનભાઈ પટેલ અને ઝોન ચેરપર્સન લા. જ્યોતિબેને હાજરી આપી હતી. આજના આ સન્માન સમારંભ સાથે સુગર અને પ્રેશરનો મેડિકલ અને હેલ્થ ચેકઅપ કેમ્પ પણ દમણ પ્રશાનના સહયોગથી આયોજીત કરવામાં આવ્યો હતો.
આજના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સન્માનનીય વિડલો, લાયન્સ પરિવાર દમણના સભ્યો અને લાયન ડિસ્ટ્રીક્ટથી મહેમાનો હાજર રહ્ના હતાં.
