Damanganga Times.

Damanganga Times.

October 19, 2026

વાપી ચાર રસ્તા પાસે અકસ્માત

વાપી ચાર રસ્તા પાસે અકસ્માત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૮ ઃ વાપી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ વિનંતીનાકા ચાર રસ્તા પાસે ઍક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા ટાટા ડમ્પર (નંબર ફન્-૦૬-ખ્ખ્-૨૭૦૦) ના ચાલક પ્રવિણભાઈ દેવુભાઈ ચૌધરીઍ ઍક હીરો હોન્ડા બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક લક્ષ્મણભાઈ અને તેમની પાછળ બેસેલા સહકર્મી પ્રભાકરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે લોહીલુહાણ હાલતમાં પડેલા બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ ઍમ્બ્યુલન્સ મારફતે વાપીની હરીયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. લક્ષ્મણભાઈની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે રેમ્બો હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અકસ્માત અંગે ભોગ બનનારના પુત્ર સુનિલભાઈ પાટીલે ડમ્પર ચાલક વિરુદ્ધ વાપી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.