નાંદરખા ગામે ફરી કદાવર દીપડો પાંજરે પુરાયો
- byDamanganga Times
- 19 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા. ૧૮ ઃ ગણદેવી તાલુકાના નાંદરખા ગામના વચલા ફળિયામાં રવિવાર વહેલી સવારે ચાર વર્ષ નો કદાવર દીપડો પાંજરે પુરાયો હતો. આજ સ્થળે ત્રણ સાહ અગાઉ પણ દીપડો પાંજરે પુરાયો હતો.
ગણદેવીનાં નાંદરખા ગામના વચલા ફળિયામાં વારંવાર દીપડો દેખાતો હોવાથી ગ્રામજનોની ચિંતાને ધ્યાને લઈ સરપંચ ચંદ્રકાન્ત પટેલ ઍ વન વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું.દરમ્યાન ૧ઁલી ઓક્ટોબર ગુરુવારે વહેલી સવારે ઍક દીપડો પાંજરે પુરાયો હતો. તે વેળા વધુ ઍક દીપડા ઍ પાંજરા બહાર ઉત્પાત મચાવ્યો હતો. જેને પગલે આજ સ્થળે ફરી પાંજરું ગોઠવવા ની નોબત આવી હતી. જેમાં ત્રણ સાહ રાહ જોવડાવવા બાદ રવિવાર વહેલી સવારે ૪ વર્ષ નો દીપડો પાંજરે પુરાયો હતો. જેને ગણદેવી વન વિભાગ ના અધિકારી ચેતન પટેલ, કિશોર પટેલ દ્રારા ઍંધલ વન ડેપો લઈ જવાયો હતો. દીપડાનું તબીબી પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું. તબીબી તપાસ બાદ દીપડાને મોડી રાત્રે જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
