આજે વાપીના મહાફલેશ્વર મંદિરે આઠમનો યજ્ઞ યોજાયો
- byDamanganga Times
- 19 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૮ ઃ વાપી જીઆઈડીસીના થર્ડ ફેઝમાં કોચરવા-વડિયાવાડ ખાતે આવેલા શ્રી મહાફલેશ્વર મંદિરમાં નવરાત્રીના આઠમા દિવસે વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી મહાફલેશ્વર મંદિરના ટ્રસ્ટી તથા હરિ ઓમ મિત્ર મંડળના પ્રમુખ ધીરુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓઍ ઉપસ્થિત રહી યજ્ઞમાં આહુતિ અર્પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ધીરુભાઈ પટેલ દ્વારા છેલ્લા ૪૦ વર્ષથી નવરાત્રીના આઠમા દિવસે આ વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.
વર્ષોથી ચાલી આવતી આ ધાર્મિક પરંપરામાં શ્રદ્ધાળુઓ ઉત્સાહપૂર્વક જોડાઈને માતાજીની આરાધના કરે છે. યજ્ઞ દરમિયાન વિધિ-વિધાન સાથે આહુતિ અર્પણ કરી પરિવાર અને સમાજમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ તથા ખુશહાલી જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. યજ્ઞના આયોજનને પગલે મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું.
