Damanganga Times.

Damanganga Times.

October 19, 2026

પારનેરા પર આઠમે ભક્તોનું ઘોડાપૂર : લોકમેળો, ઘેરૈયાનું આકર્ષણ

પારનેરા પર આઠમે ભક્તોનું ઘોડાપૂર : લોકમેળો, ઘેરૈયાનું આકર્ષણ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૮ ઃ વલસાડના ઐતિહાસિક પારનેરા ડુંગર પર આવેલા માતાજી મંદિરે  લોક મેળાની સાથે  પારનેરા ચિચવાડાના  ઘેરૈયાઍ રંગબેરંગી વસ્ત્રોઍ  આકર્ષણ જમાવ્યું હતું.
ઘેરૈયાને જોવા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. લોકમેળા માટે માતાજી મંડળ ટ્રસ્ટ પોલીસ કર્મચારીઓ, ફાયર બ્રિગેડ, મેડિકલ ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
વલસાડ જિલ્લાના ઐતિહાસિક ઍવા  પારનેરા  ડુંગર પર  આજરોજ આઠમ હોવાથી પારનેરા ડુંગર પર લોકમેળો ભરાતો હોય છે. જોકે માઈ ભક્તો સાતમની મધ્યરાત્રીથી જ ડુંગર પર જઈ માતાજીના દર્શન કરતા હોય છે તો આઠમની વહેલી સવારથી ભક્તો  પારનેરા ડુંગર પર બિરાજતા મહાકાલી, કાલિકા અને અંબા માતાના દર્શનાર્થે તેમજ વલસાડ શહેરના પ્રાચીન અંબા માતા મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. પારનેરા ડુંગર પર વહેલી સવારના ૪ વાગ્યાથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. ડુંગરના પગથિયાં ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યા હતા. માઇભક્તોઍ ડુંગર ચઢીને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.
 આજરોજ આઠમું નોરતું હોય જેને ભક્તો આઠમ તરીકે ઓળખે છે આઠમના દિવસે પારમેરા ડુંગર પર લોકમેળો ભરાતો હોય છે આ લોકમેળાની મજાની સાથે માતાજીના દર્શન કરવા માટે વલસાડ તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો  ઉમટી  પડતા હોય છે. આઠમના મેળા ના દિવસે પારનેરા અને ચિચવાડા ગામના ઘેરૈયાઓ  ધોતી,  કોટી,  ટોપી, ગળામાં ગલગોટા ના ફૂલ ની માળા પગમાં બુટ અને હાથમાં લાકડાના દાંડિયા સાથે   કમરે ઘુઘરા બાંધી   ઘેરૈયાઓ માતાજીના નામ સાથે ડુંગરના ઉપર દોડતા દોડતા ચડતા હોય છે.
અને માતાજીના પટાંગણમાં ગરબે ઘૂમે છે. તો આઠમના દિવસે લોકમેળો ભરાતા હજારો  ભક્તો દર્શનની આઠમના મેળાની મજા માણતા હોય છે. આઠમના મેળા ને સફળતા બનાવવા માટે માતાજી મંદિર ટ્રસ્ટ ના હોદેદારો કાર્યકર્તાઓ સ્વયંસેવકો પોલીસ કર્મચારી, ફાયર બ્રિગેડ, મેડિકલ ટીમ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી  ખડે પગે સેવા આપતા હોય છે. તો બીજી તરફ ડુંગર નો આગળનો   ઍટલે કે પારનેરા અને પાછળ નો ભાગ અતુલ વિસ્તારમાં થી આવતા ભક્તો માટે ઠંડા પાણી છાસ નું વિતરણ કરવામાં આવતું હોય છે.
વલસાડ શહેરના મોટા બજારમાં આવેલા પૌરાણિક   અંબા માતા મંદિરે આઠમા   નોરતે ભક્તો માતાજીને પૂજા નો સામાન ચુંદડી  ચઢાવતા હોય છે.મંદિરને આકર્ષક રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યુ હતું.