Damanganga Times.

Damanganga Times.

October 19, 2026

નામધા જે-ટાઈપ આરઅોબીનું કામ પ્રગતિમાં : નાણામંત્રીઍ મુલાકાત લીધી

નામધા જે-ટાઈપ આરઅોબીનું કામ પ્રગતિમાં : નાણામંત્રીઍ મુલાકાત લીધી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૮ ઃ રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈઍ રવિવારે વાપી નામધા - જે ટાઈપ જીઆઇડીસીમાં રૂ. ૬૦ કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા રેલવે ઓવરબ્રિજ પર રેલવે ટ્રેક તથા ડીઍફસીસી ટ્રેક પોર્શન પર ૭૨.૦૦ મીટર બોસ્ટિંગ ગર્ડર લોન્ચિંગ કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. આ દરમિયાન મંત્રી કનુભાઈઍ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓ સૂચન કર્યું હતું. વાપીના જે ટાઈપ વિસ્તારમાં વલસાડ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા વાપી જીઆઇડીસી રેલવે પોલ નંબર ૧૭૦/૨૭ ટુ ૧૭૦/૩૦ વચ્ચે નિર્માણ પામી રહેલા આ ઓવરબ્રિજ પર ૭૨.૦૦ મીટર બોસ્ટરીંગ બોસ્ટરિંગ ગર્ડરની લોન્ચિંગ કામગીરી માટે રેલવે તથા ડીઍફસીસી વિભાગ દ્વારા ૨ કલાક ૩૦ મિનિટનો મેગા બ્લોક આપવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન વાપી અને ભિલાડ સેક્શનમાં ટ્રેનોને રિશીડ્યુલ કરવામાં આવી હતી.
આ બ્રિજના નિર્માણ થવાથી વાપી અને દમણના ઔદ્યોગિક ઍકમોને નેશનલ હાઇવે સાથે ઍક નવી કનેક્ટિવિટી મળશે. જેનાથી વાપી પૂર્વ અને પડ્ઢિમ વિસ્તારના લોકોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે. રેલવે વિભાગની કામગીરી પૂર્ણ થયેથી બ્રિજની બાકી રહેલી કામગીરી ખૂબ જ ટૂંક સમયમાં પૂર્ણ થશે. આ રેલવે ઓવરબ્રિજ બનવાથી નામધા, ચંડોર, કુંતા તથા દમણના અંદાજે પાંચ લાખથી વધુ લોકોને અવર જવરમાં રાહત મળશે.
મંત્રી કનુભાઈની આ મુલાકાત વેળા વાપી મનપાના કમિ‘ર ઍન.ઍફ.ચૌધરી, વાપી મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સતિષભાઈ પટેલ, વાપી મનપાના ડે. મેયર મિતેષ દેસાઈ, વલસાડ માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગના કાર્યપાલક ઈજનેર જતીનભાઈ પટેલ, વાપીના નાયબ કાર્યપાલક ઈજનેર પાર્થ જેતાણી, વાપી શહેર સંગઠન પ્રમુખ મનીષ દેસાઈ, વાપી વીઆઈઍ પૂર્વ પ્રમુખ કમલેશ પટેલ, રેલવે વિભાગના સિનિયર ડિવિઝનલ ઍન્જિનિયર વિજેન્દ્ર મીણા, આસિસ્ટન્ટ ડિવિઝનલ ઍન્જિનિયર અને ડીઍફસીસીઍચના અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતા.

વાપી પૂર્વ અને પડ્ઢિમને જોડતા મહત્વકાંક્ષી જે-ટાઈપ રેલવે ઓવરબ્રિજની કામગીરીમાં મોટી સફળતા મળી છે. આજે રેલવે વિભાગ દ્વારા બ્રિજના મુખ્ય ભાગ ઍવા સફટી ગર્ડર ને સફળતાપૂર્વક તેની નિયત જગ્યાઍ ખસેડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી આ ગર્ડર લોન્ચિંગ માટે રેલવે દ્વારા મેગા બ્લોક લેવામાં આવ્યો હતો, જેના કારણે કેટલીક ટ્રેનોને અસર થઈ હતી. અત્યાધુનિક ટેકનોલોજીથી ૧૦૦ મીટરથી વધુ લંબાઈ ધરાવતા આ વિશાળ સ્ટીલ ગર્ડરને રેલવે ટ્રેક પર ગોઠવવામાં આવ્યો છે. આ ગર્ડર રેલવેની ઓવરહેડ લાઈનો અને ટ્રેક પરથી પસાર થતા વાહનોની સલામતી માટે અત્યંત જરૂરી હતો. આ કામ પૂર્ણ થતા જ બ્રિજના ઍપ્રોચ રોડ અને ડામરીકરણનું કામ ઝડપી બનશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી થોડા મહિનામાં બ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાશે, જેનાથી વાપીવાસીઓની વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.