વાપી મનપાની કડક વેરા વસૂલાત
- byDamanganga Times
- 19 October, 2026
વાપી, તા. ૧૮ ઃ વાપી મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા બાકી વેરાની વસૂલાત માટે સાત દિવસ સુધી ચલાવવામાં આવેલા મહાઅભિયાનમાં ૧,૧૦૦થી વધુ મિલકતધારકો પાસેથી રૂ. ૮૦ લાખની વસૂલાત કરવામાં આવી છે. આ દરમિયાન ૧૭૧થી વધુ મિલકતો સીલ કરવામાં આવી હતી.
મનપા કમિશનર ઍન. ઍફ. ચૌધરીના આદેશથી ટેક્સ વિભાગના હેડ ક્લાર્ક રાકેશ ઠક્કરની આગેવાનીમાં કર્મચારીઓની ટીમોઍ કાર્યવાહી હાથ ધરી હતી. ગોદાલનગર, ચલા અને ડુંગરામાં ત્રણ બંગલા, જ્યારે વિવિધ વિસ્તારોમાં ૧૩૨ રૂમ, ૫૬ ફલેટ, ૨૮ દુકાન-ઓફિસ અને ચાર ગોડાઉન સીલ કરવામાં આવ્યાં હતાં.
કાર્યવાહી દરમિયાન ૨૧ ચાલી માલિકોઍ સ્થળ પર જ વેરો ભર્યો હતો. જ્યારે ૬૦થી વધુ મિલકતધારકોઍ ઓનલાઈન રૂ. ૧૮ લાખ જમા કરાવ્યા હતાં. ૧૪ સપ્ટેમ્બરના રોજ ઍક જ દિવસમાં રૂ. ૩૩.૫૨ લાખની વસૂલાત નોંધાઈ હતી.
