ગૌતમ અદાણી ધરમપુર રાજચંદ્ર આશ્રમની મુલાકાતે
- byDamanganga Times
- 19 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૮ ઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીઍ નવરાત્રીના પાવન અવસરે રવિવારે દક્ષિણ ગુજરાતમાં ધરમપુરમાં આવેલા ‘શ્રીમદ રાજચંદ્ર મિશનની મુલાકાત લઈપૂજ્ય ગુરુદેવ રાકેશજીના આશીર્વાદ પ્રા કર્યા હતાં.
ગૌતમ અદાણીઍ ‘હ્’પર કરેલી પોસ્ટ પર લખ્યું, પ્રીતિ અને મેં ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં પૂજ્ય ગુરુદેવ રાકેશજી સાથે ખૂબ આધ્યાત્મિક ક્ષણો વિતાવીને તેમના આશીર્વાદ પ્રા કર્યા. વિશ્વની સૌથી ઊંચી શ્રીમદ રાજચંદ્રજીની પ્રતિમાના ચરણ પૂજનીય ભાવે ચરણ ધોવાની પ્રક્ષાલન વિધી કરવાનો અનુભવ અત્યંત ભાવપૂર્ણ હતો. મુલાકાત દરમિયાન ગુરુદેવઍ ભારપૂર્વક જણાવ્યું હતું કે સાધના અને સેવા ઍકબીજા સાથે જોડાયેલાં છે. તેમણે વ્યક્તિના જીવન, સંસાધનો અને તકોનો ઉપયોગ વિશાળ જનકલ્યાણ માટે કરવા બાબત પણ માર્ગદર્શન આપ્યું હતું.
દંપતીઍ આશ્રમના ધ્યાન અને આધ્યાત્મિક પ્રવચન સંકુલ જ્યાં પૂજ્ય ગુરુદેવઍ માનવ જીવનના ઉદ્દેશ્ય અને આધ્યાત્મિક સાધનાના મહત્વ વિશે વાત કરી હતી. તે રાજ સભાગૃહમાં યોજાયેલા સત્સંગમાં ભાગ લીધો હતો. વધુમાં વિવિધ શૈક્ષણિક પૃષ્ઠ ભૂમિ ધરાવતા અને સામાજિક કાર્યોમાં યોગદાન આપી રહેલા મિશનના યુવા વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ સાથે પણ અદાણીઍ સંવાદ કર્યો હતો.
ડૉ. પ્રીતિ અદાણીઍ ‘શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ ઍક્સેલન્સ ફોર વિમેનની મુલાકાત લઈ કૌશલ્ય વિકાસ, આજીવિકા અને ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમોના લાભાર્થી આદિવાસી મહિલાઓ સાથે વાતચીત કરી હતી. શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ઍન્ડ રિસર્ચ સેન્ટરની તેમની મુલાકાત વેળા દિવ્યાંગ બાળકોને તબીબી સાધનોના વિતરણમાં સહભાગી થયાં હતાં. તેમણે જિન મંદિરમાં ભગવાન મહાવીરની પૂજા-અર્ચના કરી હતી.
અદાણીઍ મિશનની માનવતાવાદી શાખા શ્રીમદ રાજચંદ્ર લવ ઍન્ડ કેર સાથે સહયોગ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. ડૉ. પ્રીતિ અદાણીઍ અદાણી ફાઉન્ડેશનના કાર્યો સાથે સુસંગત સંસ્થાની દ્રષ્ટિ સંભાળ પહેલમાં સહયોગ કરવાની શક્યતાઓ વિષે ચર્ચા કરી હતી. ૩૫૫ ઍકરમાં ફેલાયેલો શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ લ્ય્પ્ઝ઼નું આંતરરાષ્ટ્રીય મુખ્યાલય છે. ૧૯૯૪માં ગુરુદેવશ્રી રાકેશજી દ્વારા સ્થાપિત મિશન છ ખંડોમાં ૧૪૨થી વધુ કેન્દ્રો ધરાવે છે, તે મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે પૂજ્ય જૈન ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજી પાસેથી પ્રેરણા લે છે અને તે શિક્ષણ શાણપણ, ધ્યાન અને નિઃસ્વાર્થ સેવા દ્વારા આંતરિક પરિવર્તન પર કેન્દ્રિત છે.
લાઇફકેર મિશન આરોગ્ય સંભાળ, શિક્ષણ, માનવતાવાદી સહાય, પ્રાણીઓની સંભાળ અને પર્યાવરણીય કલ્યાણના ક્ષેત્રમાં કામ કરે છે તે વૈશ્વિક સ્તરે લાખો જીવનને સ્પર્શ્યું છે. વર્ષના આરંભે અદાણીઍ અયોધ્યા, કોલકાતાના કાલીઘાટ અને ઉત્તર ગુજરાતમાં તારંગા હિલ્સ ખાતે જૈન મંદિરની મુલાકાત લીધી હતી. ૧ મેના રોજ દંપતીઍ તેમની ૪૦મી લગ્નતિથી નિમિત્તે કેદારનાથની મુલાકાત લીધી હતી.
