Damanganga Times.

Damanganga Times.

October 16, 2026

ભીમપોરમાં ૧૦૦થી વધુ બંધ અને બિન ઉપયોગી બોરવેલ પુનઃ ઉપયોગી કરાશે

ભીમપોરમાં ૧૦૦થી વધુ બંધ અને બિન ઉપયોગી બોરવેલ પુનઃ ઉપયોગી કરાશે


દમણ, તા. ૧૫ ઃ  કેન્દ્રશાસિત પ્રદેશ દમણના ભીમપોર ગ્રુપ ગ્રામ પંચાયત ના સા્દ્વારા ભૂગર્ભ જળસ્તર વધારવા અને વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ‘જળસંચય મિશન – ભીમપોર’ અંતર્ગત વિશેષ પહેલ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ આજે બે બંધ બોરવેલના રિચાર્જ કાર્યની શરૂઆત કરવામાં આવી હતી. ગ્રામજનો અને પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં જનભાગીદારી તથા શ્રમદાન દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
 પંચાયતના સર્વેક્ષણ મુજબ, ભીમપોર પંચાયત વિસ્તારમાં ૧૦૦થી વધુ સરકારી બોરવેલ બંધ, બિનઉપયોગી અથવા સૂકી હાલતમાં છે. પંચાયત દ્વારા આવા બોરવેલની ટેકનિકલ તપાસ કરીને યોગ્ય બોરવેલની પસંદગી કરવામાં આવશે, જેથી વરસાદી પાણીને વેડફાતું અટકાવી તેનો ઉપયોગ ભૂગર્ભ જળના પુનર્ભરણ માટે કરી શકાય. આ પ્રસંગે ગ્રામજનો અને પંચાયતના સભ્યોઍ શ્રમદાન તથા સહયોગ આપીને અભિયાનમાં ભાગ લીધો હતો. પંચાયતનો ઉદ્દેશ જનભાગીદારી દ્વારા જળસંરક્ષણ અંગે જાગૃતિ વધારવાનો અને ટેકનિકલી યોગ્ય બોરવેલ મારફતે ભૂગર્ભ જળના પુનર્ભરણની કામગીરીને સતત આગળ વધારવાનો છે. સરપંચ ઉદય પટેલે ગ્રામજનો, યુવાનો અને સામાજિક સંસ્થાઓને આ અભિયાનમાં જોડાઈને સહયોગ આપવા અપીલ કરી હતી. ભીમપોરમાં શરૂ થયેલી આ પહેલ દ્વારા વરસાદી પાણીના સંરક્ષણ સાથે ભૂગર્ભ જળસ્તર જાળવવાના પ્રયાસોને વેગ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.