Damanganga Times.

Damanganga Times.

October 16, 2026

વાપીની ગોકુલ વિહાર ટાઉનશીપમાં ગરબાની રમઝટ

વાપીની ગોકુલ વિહાર ટાઉનશીપમાં ગરબાની રમઝટ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૫ ઃ વાપીમાં છરવાડા રોડ સ્થિત જાણીતી ગોકુલવિહાર ટાઉનશીપમાં દોઢ દાયકાથી નવરાત્રીની ભવ્ય ઉજવણી થતી આવી છે. આ વર્ષે પણ ગોકુલવિહારમાં નવરાત્રીની ઉજવણી માટેની કમીટી દ્વારા ભવ્ય તૈયારી સાથે નવરાત્રીની રમઝટ જામી રહી છે. જેમાં રોજેરોજ માતાજીની સવાર-સાંજ આરતી અને સાંજે પરંપરાગત અને અર્વાચિન ગરબાઅો રંગ જમાવી રહ્નાં છે. ગોકુલ વિહારમાં આ નવરાત્રીનું વિશેષ નોîધપાત્ર પાસું ઍ રહેતુ આવ્યું છે કે અહીં રોજેરોજ રાસ ગરબા પછી ઉદાર દાતાઅો દ્વારા બાળકોને ભેટ આપવામાં આવે છે. અને ખેલૈયાઅો માટે હાઈ-ટીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. સાથે નવરાત્રીનું મેદાન સ્વસ્થ રહે અને સ્વચ્છતા અભિયાનનો સંદેશો પ્રસરે ઍની પણ કાળજી લેવામાં આવે છે. આા સમગ્ર આયોજન માટે પ્રમુખ દેવેન્દ્ર પટેલ, સેક્રેટરી બિપીન દેસાઈ, શ્રીમતી મંજુલાબેન ઉકાણી, અર્ચનાબેન દેસાઈ, હેમંત પટેલ, કૌશિક પટેલ, હર્ષદભાઈ કોઠારી, જીતુ શાહ, વિનોદ પટેલ, અંબાલાલ પટેલ, નરેન્દ્ર પટેલ, રવિ પટેલ, કમલેશ જૈન, ભાવેશ પ્રજાપતિ સહિત તમામ કમિટી મેમ્બરો અને સોસાયટીના માજી પ્રમુખો, અગ્રણીઅો, અને રહીશો દ્વારા  ભરપૂર સાથ સહકાર આપવામાં આવી રહ્ના છે.  ગોકુલ વિહાર નવરાત્રીની વાપી મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અને વીઆઈઍના પ્રમુખ સતિષભાઈ પટેલે પણ મુલાકાત લીધી હતી. અને શુભકામના પાઠવી આયોજનની સરાહના કરી હતી.