વાપીના જે-ટાઈપ આરઅોબીના દિવાળી સુધીમાં લોકાર્પણની તજવીજ
- byDamanganga Times
- 16 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૫ ઃ વાપીમાં વર્ષોથી પ્રતીક્ષા કરાતા જે-ટાઈપ રેલ્વે ઓવર બ્રિજના કામે હવે અંતિમ તબક્કામાં વેગ પકડ્યો છે. પડ્ઢિમ રેલ્વે દ્વારા વાપી-વલસાડ સેક્શન વચ્ચે તા. ૧૮ ઓક્ટોબર ૨૦૨૬, શનિવારના રોજ સવારે ૧૦ થી બપોરે ૧૨ઃ૩૦ વાગ્યા સુધી મેગા બ્લોક જાહેર કરવામાં આવ્યો છે. પ્રા માહિતી મુજબ આ મેગા બ્લોક વાપીના જે-ટાઈપ બ્રિજના સેફટી ગર્ડરને રેલ્વે લાઈન ઉપર ખસેડવા માટે આપવામાં આવ્યો છે. આ કામગીરીને કારણે લાઇન બંધ રહેશે અને આ રૂટની કેટલીક મહત્વની ટ્રેનોના સ્ટેટસ પર અસર પડશે. પડ્ઢિમ રેલ્વેના સૂત્રો મુજબ વડોદરા - દાદર વચ્ચેની બે ટ્રેન વલસાડ સુધીજ દોડાવશે, બોરીવલી - વલસાડ વચ્ચે દોડતી ભીલાડ સુધીજ દોડાવશે તો કેટલીક ટ્રેનો મોડી દોડશે. મુસાફરોઍ પડ્ઢિમ રેલ્વેની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવા અનુરોધ કરાયો છે.
બીજી તરફ, જે-ટાઈપ ઓવર બ્રિજના નામધા તરફના છેડે બ્રિજના ઍપ્રોચ ડામર રોડનું કામ પણ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે. બંને તરફની કામગીરીને ધ્યાને લેતાં આ બ્રિજનું લોકાર્પણ દિવાળી પહેલાં અથવા દિવાળીના તહેવારમાં કરવામાં આવશે તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે, જેનાથી વાપીના હજારો વાહનચાલકોને મોટી રાહત મળશે.
