વાપીમાં ખોદકામ વેળા ગેસ લીકેજથી દોડધામ
- byDamanganga Times
- 16 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૫ ઃ વાપી ટાઉન પોલીસ સ્ટેશનની સામે આજે બપોરે અચાનક ગેસ લીકેજની ઘટના બનતા ભારે દોડધામ મચી ગઈ હતી.
પ્રા વિગતો મુજબ વાપી મહા નગરપાલિકા દ્વારા રોડ બનાવવાની કામગીરી પહેલા ગટર લાઈન નાંખવા માટે ખોદકામ ચાલી રહ્નાં હતું. તે દરમિયાન થ્ઘ્ગ્ મશીનનો પંજો ભૂગર્ભમાં પસાર થતી ઞ્લ્ભ્ઘ્ ગેસ કંપનીની મુખ્ય પાઈપલાઈન પર લાગી જતાં પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું હતું અને તેમાંથી ગેસનું લીકેજ શરૂ થઈ ગયું હતું. લીકેજને કારણે આજુબાજુના વિસ્તારમાં ગેસની તીવ્ર વાસ પ્રસરી ગઈ હતી અને સલામતીના ભાગરૂપે અનેક સેંકડો ઘરોમાં ગેસ સપ્લાય બંધ થઈ જતાં લોકોના ચૂલા બંધ થઈ ગયા હતાં. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને ગેસ કંપનીની ટેકનિકલ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડે વિસ્તારને કોર્ડન કરી પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો, જ્યારે ઞ્લ્ભ્ઘ્ની ટીમે ગેસનો પુરવઠો બંધ કરી લીકેજ રીપેર કરવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે કોઈ દાઝ્યું ન હતું.
