Damanganga Times.

Damanganga Times.

October 16, 2026

ધોડિપાડા–મરોલી ગામે રસ્તાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું

ધોડિપાડા–મરોલી ગામે રસ્તાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૧૫ ઃ ઉમરગામ તાલુકાના મરોલી ચાર રસ્તાથી મેઇન બજાર રોડ તથા ધોડિપાડાથી નિકોલી થઈ ફણસાના કનાડું જલારામ મંદિર સુધીના મુખ્ય માર્ગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સંતોષભાઈ વળવી, જિલ્લા પંચાયત સભ્ય રામદાસભાઈ વરઠા, નવીનભાઈ હળપતિ, ભાજપ તાલુકા પ્રમુખ ડૉ. નીરવભાઈ શાહ, કારોબારી અધ્યક્ષ મનીષભાઈ પટેલ અને ખ્ભ્પ્ઘ્ ઉપપ્રમુખ વિજયભાઈ પાટકર સહિત આગેવાનો, સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતા. રસ્તાના નિર્માણથી ગ્રામજનોને અવરજવરમાં સુવિધા મળશે અને વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે.