Damanganga Times.

Damanganga Times.

October 16, 2026

ઉમરગામમાં શાળાઓને નવી ઇમારતો અને ભૌતિક સુવિધાઓ મળી

ઉમરગામમાં શાળાઓને નવી ઇમારતો અને ભૌતિક સુવિધાઓ મળી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૧૫ ઃ ગુજરાત સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા માટે શાળાઓના નવા મકાનોનું નિર્માણ અને જૂની શાળાઓના નવીનીકરણ સહિતનાં કાર્યો હાથ ધરવામાં આવી રહ્નાં છે. ઉમરગામ તાલુકાના આદિવાસી વિસ્તારોમાં છેલ્લા ઍક વર્ષ દરમિયાન અનેક શાળાઓને નવી ઇમારતો અને શૈક્ષણિક હેતુ માટે જરૂરી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ હોવાનું જણાવાયું છે.
રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ શૈક્ષણિક માળખાકીય સુવિધાઓના વિકાસ માટે થઈ રહેલા પ્રયાસોને આવકારતાં સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ સંતોષભાઈ, કારોબારી અધ્યક્ષ મનિષભાઈ તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહ્ના હતા.
શાળાઓને સારા મકાનો, સુવિધાયુક્ત વર્ગખંડો અને શિક્ષણ માટે યોગ્ય વાતાવરણ મળવાથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ સારી સગવડ મળી રહે તેવો હેતુ છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનું માળખું મજબૂત બને અને બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે જરૂરી સુવિધાઓ પોતાના વિસ્તારમાં જ મળી રહે તે દિશામાં આ કાર્યો મહત્ત્વપૂર્ણ ગણાય છે.
આ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા શાળાઓના નિર્માણ અને નવીનીકરણ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી. સાથે જ આદિવાસી વિસ્તારના બાળકોના શૈક્ષણિક વિકાસ માટે માળખાકીય સુવિધાઓનો વધુ વિસ્તાર થાય અને શિક્ષણની ગુણવત્તામાં સતત સુધારો થાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.