Damanganga Times.

Damanganga Times.

October 16, 2026

સરીગામના ઉદ્યોગપતિઓને મંત્રીઍ અપગ્રેડ થવા માટે સૂચનો કર્યા

સરીગામના ઉદ્યોગપતિઓને મંત્રીઍ અપગ્રેડ થવા માટે સૂચનો કર્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૧૫ ઃ  સરીગામ જીઆઈડીસી ખાતે ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાઍ સીઈટીપી અને જીપીસીસી કચેરી ખાતે ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે ઉદ્યોગોની કામગીરી, પડતી મુશ્કેલીઓ અને પર્યાવરણને લગતા પ્રશ્નો અંગે જાણકારી મેળવી હતી. સાથે જ બદલાતા સમય અને આધુનિક ટેક્નોલોજી સાથે ઉદ્યોગોને અપગ્રેડ થવા તેમજ પ્રદૂષણ નિયંત્રણ માટે સકારાત્મક અભિગમ અપનાવવા અપીલ કરી હતી.
સરીગામ જીપીસીબી ખાતે યોજાયેલી બેઠકમાં ઍસઆઈઍના પ્રમુખ કૌશિક પટેલે જીપીસીબી દ્વારા કન્સેન્ટ ટુ ઓપરેટ (સી.ટી.ઓ.)ના નવીનીકરણ, ગ્રીન, ઓરેન્જ અને રેડ કેટેગરીના ઉદ્યોગોને નિર્ધારિત સમયમર્યાદામાં મંજૂરી તથા સાઇટિંગ ક્રાઇટેરિયા હેઠળ નોટિફાઈડ વિસ્તારની બહારના ઍકમોને ઓનલાઈન પોર્ટલ મારફતે મંજૂરી આપવાની પ્રક્રિયા અંગે સરકારની કામગીરીને બિરદાવી હતી. તેમણે સીઈટીપીની ક્ષમતા ૧૫ ઍમઍલડીથી વધારીને ૨૫ ઍમઍલડી કરવામાં આવી હોવાની તેમજ તડગામના દરિયામાં બિછાવવામાં આવેલી પાઇપલાઈન અંગે પણ માહિતી આપી હતી.
ઍસઆઈઍના પૂર્વ પ્રમુખ શિરીષભાઈ દેસાઈઍ સરીગામ અને ઉમરગામ તાલુકાના ઔદ્યોગિક વિકાસની પ્રગતિ દર્શાવે હતી. અહીં ઝડપભેર વિકાસની સાથે રોજગારીની નવી તકો પણ ઊભી થઈ રહી છે. જોકે, ઉદ્યોગોમાં વનીકરણ માટે ૩૩ ટકા જમીન ફાળવવાની જોગવાઈને કારણે ક્લિયરન્સ ઍન્વાયર્નમેન્ટલ (ઈસી) અને કન્સેન્ટ ક્લિયરન્સ (સી.સી.) મેળવવામાં મુશ્કેલીઓ ઊભી થતી હોવાનો મુદ્દો પણ તેમણે રજૂ કર્યો હતો.વધુમાં, વરસાદી પાણીના સંગ્રહ (રેઇન વોટર હાર્વેસ્ટિંગ) પર ભાર મૂકીને ઉદ્યોગોઍ પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જોઈઍ તેમ જણાવ્યું હતું. સરીગામ જીપીસીબીના અધિકારી ભદ્રેશ પટેલે સરીગામ અને ઉમરગામ ઔદ્યોગિક વસાહતોમાં કાર્યરત ઉદ્યોગોની કામગીરી અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રદૂષણ નિયંત્રણના વિવિધ પેરામીટર્સ ૫ નિર્ધારિત ધોરણો મુજબ છે અને રા સીઈટીપીના પાણીની ગુણવત્તાનાં પરિણામો પણ નિયત ધોરણોની મર્યાદામાં રહ્નાં ૨ છે. આ બેઠકમાં ઉમરગામના સે ધારાસભ્ય રમણલાલ પાટકર, શે ડોમસ કંપનીના સંતોષભાઈ, વાપી જીપીસીબીના અધિકારી જ અનિલ પટેલ, સરીગામ નોટિફાઈડ બોર્ડના ચેરમેન દિલીપભાઈ ભંડારી, ઍન.આર. વિ અગ્રવાલના ડિરેક્ટર મધુકર છ જોશવા, મદુરા ઈન્ડસ્ટ્રીઝના તા પી.બી. ચંદ્રા, સંધ્યા ગ્રુપના સ્મિત ક પટેલ સહિત મોટી સંખ્યામાં ૮ ઉદ્યોગપતિઓ હાજર રહ્ના હતા.