નાની તંબાડીમાં ભવાની માતાના નવા મંદિરનું ખાતમુહૂર્ત કરાયું
- byDamanganga Times
- 15 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૪ ઃ નાનાપોંઢા તાલુકાના નાની તંબાડી ગામમાં સોમવાર, તા. ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ ભવાની માતાના નવા મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગામમાં મંદિરના નિર્માણ માટે લાંબા સમયથી પ્રયાસો ચાલી રહ્ના હતા. ખાતમુહૂર્ત સાથે મંદિર નિર્માણકાર્યની શરૂઆત થઈ છે. મંદિરના નિર્માણ માટે સ્વર્ગીય નંદુભાઈ છગનભાઈ પટેલના પરિવારે ભૂમિદાન આપ્યું છે. તેમના પુત્રો સ્વર્ગીય ગુલાબભાઈ નંદુભાઈ પટેલ, ભરતભાઈ નંદુભાઈ પટેલ, રણજીતભાઈ નંદુભાઈ પટેલ અને દત્તુભાઈ નંદુભાઈ પટેલના પરિવારના આ યોગદાન બદલ ગ્રામ પંચાયતના સરપંચ ચંદ્રસિંહ ચંદ્રકાંતભાઈ પટેલ ઉર્ફે ભાઈલુભાઈઍ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે સરપંચ ભાઈલુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભવાની માતાના મંદિરના નિર્માણ માટે ઘણા સમયથી પ્રયાસો કરવામાં આવી રહ્ના હતા. તેમણે ભૂમિદાન આપનાર પરિવારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. ખાતમુહૂર્ત પ્રસંગે ગ્રામ પંચાયતના સરપંચ ચંદ્રસિંહ ચંદ્રકાંતભાઈ પટેલ ઉર્ફે ભાઈલુભાઈ, સભ્ય કિરણભાઈ પટેલ, સભ્ય ધીરુભાઈ માંહ્નાવંશી તથા ગામના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતા.
