Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

ધરમપુર બસ સ્ટેન્ડમાં ગ્રામહાટનો શુભારંભ

ધરમપુર બસ સ્ટેન્ડમાં ગ્રામહાટનો શુભારંભ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૪ ઃ  ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અને ગ્રામીણ સ્વ-સહાય જૂથો (સખી મંડળો) ને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે સતત મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્ના છે. જેના ભાગરૂપે ધરમપુર ઍસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે ગ્રામ હાટનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી સખી મંડળની બહેનોને સીધા ગ્રાહકો સુધી પહોંચવા માટે નવુ પ્લેટફોર્મ અને કાયમી વેચાણ કેન્દ્ર મળી રહ્નાં છે. બસ સ્ટેન્ડ પર મુસાફરોની મોટી અવરજવર રહેતી હોવાથી સખી મંડળની બહેનોને પોતાના ઉત્તમ ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે મોટું વ્યાપારી પ્લેટફોર્મ મળી ગયું છે. મહિલાઓ દ્વારા બનાવવામાં આવતી ગૃહઉદ્યોગની ચીજવસ્તુઓ જેવી કે પાપડ, અથાણાં, મસાલા, લોકેટ, હસ્તકળાની વસ્તુઓ અને પરંપરાગત વસ્ત્રોનું ગ્રાહકો દ્વારા સીધું ખરીદી થઈ રહી છે.
ધરમપુર ખાતે ગ્રામ હાટના શુભારંભ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ શકુંતલાબેન ઍસ. ચૌધરી, ડેપો મેનેજર ભુમિકાબેન પટેલ, ધરમપુર તાલુકા વિકાસ અધિકારી ધીરુભાઈ ઍમ. પટેલ, વ્ન્પ્ વિપિન ઍમ. પટેલ, ખ્ભ્પ્-વ્ ચૈતાલીબેન, પ્રજ્ઞેશ્વરીબેન, જ્યોતિબેન તેમજ પ્ત્લ્ આનંદ અળવી સહિતના વિશેષ મહેમાનો ઉપસ્થિત રહી સખી મંડળની બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓની વાર્ષિક આવક ઓછામાં ઓછી ૧ લાખ રૂપિયા કે તેથી વધુ કરવાનો છે. ગ્રામ હાટ અને વિવિધ બજારના આયોજનો આ લક્ષ્યને પ્રા કરવામાં સીધો ફાળો આપી રહ્ના છે, જેના પરિણામે રાજ્યમાં અત્યાર સુધીમાં લાખો મહિલાઓ લખપતિ દીદી બની ચૂકી છે.