તીથલમાં ‘ભકિતપર્વ’ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 15 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૪ ઃ વલસાડ ના તીથલ સ્વામિનારાયણ મંદિર ખા કોસંબા, તીથલ અને ડુંગરી વિસ્તારનાં બાળકો તથા બાલિકાઓ માટે વિશેષ ‘ભક્તિ પર્વ’ કાર્યક્રમનું સુંદર આયોજન સાંજે ૭ થી ૧૦ વાગ્યા સુધી ગ્ખ્ભ્લ્ સ્વામિનારાયણ મંદિર તીથલ માં કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમ હાર્ટ ટુ હાર્ટૅં પ્લીઝિંગ ધ સત્પુરુષ (ર્ણ્ફૂશ્વદ્દ દ્દં ર્ણ્ફૂશ્વદ્દૅં ભ્શ્રર્ફૂસ્ન્જ્ઞ્િઁં દ્દત્ર્ફૂ ર્લ્ીદ્દષ્ટ્યશ્વ્યસ્ન્ત્ર્) થીમ હેઠળ યોજાયો હતો. વિવિધ રસપ્રદ રમતો, પ્રેરણાદાયી વીડિયો, ભ્ભ્વ્ પ્રેઝન્ટેશન અને પ્રવચનોના માધ્યમથી ગુરુહરિનો રાજીપો કેવી રીતે પ્રા કરવો તથા તેમની સાથે હૃદયપૂર્વકનું જોડાણ કેવી રીતે કેળવવું તેનું સુંદર અને સરળ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ આધ્યાત્મિક અને શૈક્ષણિક કાર્યક્રમમાં ૨૦૦ બાળકો, ૨૩૦ બાલિકાઓ, ૧૦૦ કાર્યકરો અને ૮૦ વાલીઓ મળી કુલ ૬૧૦ લોકોઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દ્વારા બાળકો અને બાલિકાઓને આધ્યાત્મિક મૂલ્યો, સંસ્કાર અને જીવનઘડતરનું પ્રેરણાદાયી ભાથું પ્રા થયું હતું.
કાર્યક્રમના ઉત્તરાર્ધમાં ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિસ્તારના સ્થાનિક કુશળ સંગીતકાર યુવકોઍ લાઈવ ગરબાની પ્રસ્તુતિ કરી હતી. સંગીતના તાલે બાળકોઍ, બાલિકાઓઍ તથા ઉપસ્થિત સૌઍ ભક્તિભાવપૂર્વક રાસ-ગરબાનો ભરપૂર આનંદ માણ્યો હતો.
સમગ્ર કાર્યક્રમના સફળ સમાપન બાદ ઉપસ્થિત તમામ ભક્તો, બાળકો, બાલિકાઓ, કાર્યકરો અને વાલીઓ માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.
