Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

ભેંસધરામાં વીજ સલામતીના નિયમો અંગે માર્ગદર્શન અપાયું

ભેંસધરામાં વીજ સલામતીના નિયમો અંગે માર્ગદર્શન અપાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૪ ઃ ધરમપુરના ભેંસધરા ખાતે ડીજીવીસીઍલ દ્વારા વીજલાઇનની કામગીરી સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો અને કામદારો માટે ‘સેફટી ફર્સ્ટ અવેરનેસ’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યપાલક ઇજનેર આર ઍન નાયકા તેમજ  ડેપ્યુટી ઇજનેર પી.ડી. પરમાર ની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં વીજ અકસ્માતો અટકાવવા અને કામદારોની સુરક્ષા સુનિડ્ઢિત કરવા સલામતીના નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સ્ક્રીન પર રીલ અને દૃશ્ય માધ્યમો દ્વારા સુરક્ષાનાં સાધનોનો ઉપયોગ ન કરવાથી થતા અકસ્માતો તથા તેના ગંભીર પરિણામો દર્શાવવામાં આવ્યાં હતાં. કામદારોને ઊંચાઈ પર કામગીરી કરતી વખતે સેફટી બેલ્ટ, હેલ્મેટ સહિતનાં સુરક્ષાનાં સાધનોનો ફરજિયાત ઉપયોગ કરવા અને વીજ કામગીરી દરમિયાન નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સમજાવવામાં આવ્યું હતું. ફ્યૂઝ કાઢ્યા બાદ સંબંધિત પેટીને તાળું મારવા તથા કામગીરી પહેલાં જરૂરી સલામતીની ખાતરી કરવા પણ સૂચના અપાઈ હતી. ડેપ્યુટી ઇજનેર પી.ડી. પરમારે લાઈવ વીજલાઈન થી સુરક્ષિત અંતર જાડાવા ખાસ સુચના આપી હતી ૧૧કેવી લાઇનથી ઓછામાં ઓછું ત્રણ મીટર અંતર રાખવું તેમજ ન્વ્ લાઇનથી ઓછામાં ઓછું ૨ મીટર અંતર રાખવા માર્ગદર્શન અપાયું હતું. વીજલાઇનની નજીક બાંધકામ કરતી વખતે તેમજ લોખંડની રોડ, વાંસ, પાઇપ અને ઊંચાં વાહનોનો ઉપયોગ કરતી વખતે વિશેષ સાવચેતી રાખવા જણાવ્યું હતું. પતંગ ઉડાવતી વખતે વીજલાઇનથી દૂર રહેવા અને કોઈ વસ્તુ વીજતારના સંપર્કમાં આવે તો તાત્કાલિક વીજ કચેરીને જાણ કરવા અપીલ કરાઈ હતી. કાર્યપાલક ઇજનેર આર.ઍન. નાયકાઍ પણ વીજ કામગીરી દરમિયાન સુરક્ષાનાં સાધનોનો ઉપયોગ કરવા અને નિયમોનું પાલન કરવા ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય પ્રતાપ પટેલ, સરપંચ ભરતભાઈ, તાલુકા પંચાયતના સભ્ય અશોકભાઈ દીવા, શંભુભાઈ, યાજ્ઞિક ચાંપાનેરી, જુનિયર ઇજનેર અશ્વિનભાઈ ચૌધરી, દીપકભાઈ ચૌધરી, ડી.ઍન. પટેલ, આકાશભાઈ ટંડેલ, કોન્ટ્રાક્ટર દીપેશ પટેલ, ચંદ્રકાંત પટેલ અને અજીત ગાંવિત સહિતના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં કામદારો ઉપસ્થિત રહ્નાં હતા.