Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

અતુલની કંપની સામે આક્રોશ ઃ સેમ્પલો લેવાયા

અતુલની કંપની સામે આક્રોશ ઃ સેમ્પલો લેવાયા


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૪ ઃ અતુલ કંપની દ્વારા પાર નદીમાં ખુલ્લેઆમ  લાલ કલરનું  કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતાં માછલી અને  જમીનને  નુકસાન થતાં  આજુબાજુ  ના ગામોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે.
વલસાડના હરીયા ગામ નજીક અતુલ કંપની આવેલી છે અતુલ કંપની દ્વારા કેમિકલનું ઉત્પાદન કરવામાં આવે છે. અતુલ કંપનીમાં  ઈટીપી પ્લાન્ટ આવેલો હોવા છતાં સીધે સીધુ લાલ કલર વાળું   કેમિકલ યુક્ત પાણી કંપનીની બાજુમાંથી પસાર થતી પાર નદીમાં છોડી દેવામાં આવે છે. જેના કારણે આ પાર નદી  પ્રદૂષિત બની બની ગઈ છે. અતુલ કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવાના પગલે માછલીઓ મરી જતા  સ્થાનિક માછીમારોને  રોજગારી છીનવાઈ જતી હોય છે. આ ઉપરાંત આ કેમિકલ પ્રદૂષિત પાણીના કારણે ખેતીની જમીન  પીવાના પાણીને અસર પહોંચી છે તો  વર્ષો જૂના ઝાડો પણ સુકાઈ જતા હોય છે તો બીજી તરફ કુવા બોરિંગના પાણીમાં પણ કેમિકલ યુક્ત હોવાથી તેઓ ઘર વપરાશ માં ઉપયોગ કરી  શકતા નથી. ગ્રામજનો જણાવ્યું કે  કંપની દ્વારા અગાઉ કેમિકલયુક્ત પાણીના નિકાલ માટે બે પાઇપલાઇન નાખવામાં આવી હતી. હવે કંપની દ્વારા ત્રીજી નવી લાઇન માટે ખોદકામ શરૂ કરવામાં આવતાં ગામજનોમાં આક્રોશ ઉઠ્યો છે.
અતુલ કંપની દ્વારા પ્રદૂષિત પાણી છોડતા જેની સીધી અસર હરિયા સહિત આસપાસના ૫ થી ૭ ગામોના હજારો લોકોના જનજીવન અને આરોગ્ય પર પડી રહી છે. કંપની દ્વારા પાર નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવાના મામલે વાપી જી.પી.સી.બી.ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ સેમ્પલો મેળવી તપાસ શરૂ કરી છે.