Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

કરજગામથી ૬૨ બોટલ કોડેઈન કફ સીરપ સાથે ૧ ઝડપાયો : ૩ વોન્ટેડ

કરજગામથી ૬૨ બોટલ કોડેઈન કફ સીરપ સાથે ૧ ઝડપાયો : ૩ વોન્ટેડ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૪ ઃ વલસાડ પોલીસે નશીલા પદાર્થો સામે ઍક્શન લીધા છે. સરીગામ પોલીસે કરજગામના રાય ફળિયામાંથી ૬૨ બોટલ કોડેઇન કફ સીરપ સાથે રોહિતકુમાર ઉર્ફે કાલીયા સંજય નિશાદને ઝડપી પાડયો હતો. પોલીસેરૂ. ૭,૧૩૦નો સીરપ જ કરી ફઝ઼ભ્લ્ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. નવરાત્રિ દરમિયાન પોલીસને બાતમી મળી હતી. તેના આધારે ઉમરગામના કરજગામમાં રીતેશભાઈની ચાલી નીચે તપાસ કરાઈ. આરોપી પાસેથી ૬૨ કોનેક્ષ  ટીઆર ૧૦૦ ઍમઍલની બોટલો, લાલ થેલી, વીવો ફોન અને આધારકાર્ડ જ કરાયા હતાં.
આ સીરપ મંગાવનાર આશીકઅલી અકબર ખાન (સરીગામ) અને રીતેશભાઈ રઘુભાઈ ધોડી પટેલ (કરજગામ) વોન્ટેડ છે. સીરપ આપનાર વિશાલભાઈ (કીમ, સુરત) પણ વોન્ટેડ આરોપી છે. પોલીસ આ સીરપ ક્યાંથી આવ્યું, કોને આપવાનું હતું અને અન્ય કોઈ સામેલ છે તેની તપાસ કરી રહી છે.