Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વાપીમાં રહેણાંક વિસ્તારો અને જાહેર રસ્તા પર ફટાકડાઅોનું ઉઘાડે છોગ વેચાણ

વાપીમાં રહેણાંક વિસ્તારો અને જાહેર રસ્તા પર ફટાકડાઅોનું ઉઘાડે છોગ વેચાણ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૪ ઃ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને વાપી પંથકમાં હંગામી ફટાકડા બજાર શરૂ કરવા માટે અનેક છૂટક વેપારીઓ દ્વારા જિલ્લા પુરવઠા વિભાગ અને મામલતદાર કચેરીમાં લાઇસન્સ મેળવવા અરજીઓ કરવામાં આવી છે. જોકે, ફટાકડાના વેચાણ માટે વહીવટી તંત્ર દ્વારા નક્કી કરાયેલા સ્થળોઍ જ દુકાનો શરૂ થાય છે કે પછી રહેણાક વિસ્તારો અને રસ્તાની બાજુમાં ખુલ્લેઆમ ફટાકડાનું વેચાણ થાય છે, તે અંગે સવાલો ઊઠી રહ્ના છે.
વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાપી જીઆઈડીસીમાં શ્રી અંબામાતા મંદિર પાસે આવેલા રામલીલા મેદાન અને વાપી ટાઉનની કુમારશાળાના મેદાનમાં મર્યાદિત દુકાનોને દર વર્ષે  હંગામી ફટાકડા બજાર શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવે છે. તેમ છતાં વાપીના મુખ્ય બજાર, વાપી દમણ રોડ ના ચલા વાપી સેલવાસ રોડના ડુંગરા અને જીઆઈડીસી વિસ્તારમાં ફટાકડાના વેચાણ સામે નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ જરૂરી બની છે. ફટાકડા જ્વલનશીલ હોવાથી રહેણાક વિસ્તારો અને રસ્તાની બાજુમાં બેદરકારીપૂર્વક વેચાણ થવાથી મોટી દુર્ઘટનાની આશંકા રહે છે. ત્યારે જિલ્લા કલેક્ટર, પુરવઠા વિભાગ પોલીસ તંત્ર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને દિવાળી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેતીનાં પગલાં લેવામાં આવે તે જરૂરી છે.