વાપી ગોકુળ માર્કેટની નાસ્તાની દુકાનમાં આગથી દોડધામ
- byDamanganga Times
- 14 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૩ ઃ વાપીના સરદાર ચોક પાસે આવેલ ગોકુળ માર્કેટમાં આજે બપોરે આગની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, ગોકુળ માર્કેટના ભોંયતળિયે આવેલ બેન્ક ઓફ બરોડાના ખ્વ્પ્ ની પાછળના ભાગે ભાવસાર નાસ્તાની દુકાન આવેલી છે. બપોરના સમયે દુકાનમાં ઇલેક્ટ્રિક ચૂલાનું બટન ચાલુ રહી જતા શોર્ટ સર્કિટ થયું હતું અને આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્નાં છે. આગ લાગતા જ માર્કેટમાં ધુમાડો ફેલાયો હતો અને વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ તાત્કાલિક વાપી મહાનગરપાલિકા ફાયર વિભાગને કરવામાં આવી હતી. માહિતી મળતા જ વાપી મનપાની ફાયર બ્રિગેડની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર ટીમની સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને આગ બીજી દુકાનો સુધી પ્રસરતી અટકી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી,
