Damanganga Times.

Damanganga Times.

October 14, 2026

બીલીમોરામાં ટ્રેન અડફેટે બે અજાણી મહિલાઓના મોત

બીલીમોરામાં ટ્રેન અડફેટે બે અજાણી મહિલાઓના મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૧૩ ઃ બીલીમોરા રેલવે સ્ટેશનના દક્ષિણ યાર્ડમાં કિ.મી. નં. ૨૧૫/૨૭-૨૫ વચ્ચે ટ્રેન નં. ૨૨૯૨૮ અપ લોકશક્તિ ઍક્સપ્રેસ સામે આવી જતાં અગમ્ય કારણોસર બે અજાણી મહિલાઓ કપાઈ જતાં બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. વલસાડ રેલવે પોલીસે (બીલીમોરા રેલવે આઉટ પોસ્ટ) અકસ્માતે મોતનો ગુનો નોંધી બંને બિનવારસી મહિલાઓના વાલીવારસોની શોધખોળ હાથ ધરી છે. મૃતકો પૈકી ઍક મહિલાની ઉંમર આશરે ૩૫ થી ૪૦ વર્ષ, બાંધો મધ્યમ, ઊંચાઈ ૫ ફૂટ ૬ ઇંચ અને ઘઉંવર્ણ છે, જેમણે જમણા હાથના પંજા પર સ્ટાર તથા સ્વસ્તિક ત્રોફાવેલ છે તેમજ ક્રીમ કલરનું ફૂલ ડિઝાઇનવાળું બ્લાઉઝ, નીચે મહેંદી કલરની ઇનર અને ક્રીમ કલરનો ફૂલ ડિઝાઇનવાળો ઘાઘરો પહેરેલો છે. જ્યારે બીજી મહિલાની ઉંમર આશરે ૪૫ થી ૫૦ વર્ષ, બાંધો મધ્યમ, ઊંચાઈ ૫ ફૂટ ૩ ઇંચ અને ઘઉંવર્ણ છે, જેમણે જમણા હાથના પંજા પર સ્વસ્તિક ત્રોફાવેલ છે અને શરીરે ક્રીમ કલરની ફૂલ ડિઝાઇનવાળી સાડી તથા પીળા કલરનો ચણીયો પહેરેલ છે. આ મહિલાઓ અંગે કોઈ પણ માહિતી મળે તો બીલીમોરા રેલવે આઉટ પોસ્ટનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.