જિલ્લા પ્રા. શિક્ષણ સંઘનું બિનશૈક્ષણિક કામનું ભારણ ઘટાડવા આવેદનપત્ર
- byDamanganga Times
- 14 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૩ ઃ કપરાડા તાલુકાની નીલોસી પ્રાથમિક શાળાના આચાર્ય સ્વ. શંકરભાઈ જાદવના દુઃખદ અવસાન બાદ શિક્ષક આલમમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. આ દુઃખદ ઘટનાને પગલે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને ઍક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. આવેદનપત્રમાં શિક્ષકો પર સતત વધી રહેલા બિનશૈક્ષણિક અને વહીવટી કામગીરીના ભારણને તાકીદે ઘટાડવા તેમજ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી ઉઠાવવામાં આવી છે.
સંઘ દ્વારા રજૂઆતમાં જણાવાયું છે કે શિક્ષકનું મુખ્ય કાર્ય વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ, સંસ્કાર અને જીવનકૌશલ્યો આપવાનું છે. જોકે, વર્તમાન સમયમાં શિક્ષકોને નિયમિત અધ્યાપન કાર્ય ઉપરાંત વિવિધ સર્વે, ઓનલાઇન ડેટા ઍન્ટ્રીઓ, અલગ-અલગ પોર્ટલ પર માહિતી ભરવી, અહેવાલો તૈયાર કરવા તેમજ સરકારી યોજનાઓની વિગતો ઍકત્રિત કરવા જેવી અનેકવિધ વહીવટી તથા બિનશૈક્ષણિક જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે.
અને તાકીદની સૂચનાઓને કારણે શિક્ષકો પર માનસિક અને કાર્યનું અતિશય દબાણ વધી રહ્નાં છે, જેના લીધે શિક્ષણ કાર્ય માટે પૂરતો સમય ફાળવી શકાતો નથી. નીલોસી પ્રાથમિક શાળાના આચાર્યના નિધનની ઘટનાઍ શિક્ષકોની વર્તમાન કાર્યપરિસ્થિતિ, માનસિક સુખાકારી અને શિક્ષણ વ્યવસ્થામાં જરૂરી સુધારાઓ અંગે ગંભીરતાથી વિચારવાની જરૂરિયાત ઊભી કરી છે.
સંઘે સ્વર્ગસ્થ આચાર્ય ને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વહીવટી તંત્રને અપીલ કરી છે કે આ ઘટના પાછળ કોઈ પૂર્વધારણા બાંધ્યા વગર તમામ પાસાંઓની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તથા ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે શિક્ષકોને બિનશૈક્ષણિક ભારણમાંથી મુક્ત કરી યોગ્ય પગલાં ભરવામાં આવે.
