Damanganga Times.

Damanganga Times.

October 14, 2026

વાપીમાં દારૂ પીને કાર ચલાવતો ચાલક ઝડપાયો

વાપીમાં દારૂ પીને કાર ચલાવતો ચાલક ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૩ ઃ કચીગામ ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન વાપી ટાઉન પોલીસે દારૂ પીને કાર ચલાવતા ચાલકને ઝડપી પાડ્યો છે.
પો.કો. શ્રવણજી સોલંકી અને હે.કો. વિક્રમસિંહ સહિતની ટીમ ચેકિંગમાં હતી ત્યારે સફેદ કલરની હ્નાન્ડાઈ આઈ-૨૦ કાર નં. ઞ્થ્-૧૫-ઘ્જ્-૨૨૩૩ ને રોકતા ચાલક અને પાછળ બેઠેલા ત્રણ ઈસમો દારૂ પીધેલા હાલતમાં મળ્યા હતા. પૂછતાછમાં ચાલકનું નામ દિપકુમાર શંકરભાઈ પટેલ (ઉ.૩૨, રહે. કરવડ પટેલ ફળિયા, વાપી) હોવાનું બહાર આવ્યું છે. તેની આંખો લાલચોળ, મોઢામાંથી દારૂની તીવ્ર વાસ અને શરીરનું સંતુલન ન હોવાનું જણાયું હતું. તેની પાસે પાસ-પરમિટ પણ ન હતી. પોલીસે મેડિકલ તજવીજ કરી ગુનો નોંધ્યો છે.