વાપી જીઆઈડીસી ચાર રસ્તા પર ભયજનક રીતે પાર્ક કરેલો ટેમ્પો જ
- byDamanganga Times
- 14 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૩ ઃ વાપી ઞ્ત્ઝ઼ઘ્ બ્રિજ નીચે ટ્રાફિક નિયમન દરમિયાન ફરજ પર રહેલા ટ્રાફિક પોલીસે જાહેર રોડ પર ભયજનક રીતે પાર્ક કરેલા ટેમ્પા ચાલક સામે કાર્યવાહી કરી છે.
મળતી માહિતી મુજબ વાપી ઞ્ત્ઝ઼ઘ્ ચાર રસ્તા પાસે જાહેર રોડ ઉપર છોટા હાથી ટેમ્પો નં. ઞ્થ્-૧૫-ખ્ળ્-૧૦૯૫ ચાલકે બીજાની જીંદગી જોખમાય તેમજ આવતા-જતા વાહનો અને રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે ભયજનક રીતે ઉભો રાખ્યો હતો. આ અંગે હે.કો. હિંમતસિંહ રૂપસિંહ બારીઆ (બ.નં.૧૦૦૯)ઍ ટેમ્પા ચાલક ઘનશ્યામભાઈ અમરસંગભાઈ વસાવા (ઉ.૨૪, ધંધો નોકરી, રહે. દાંડા, ભાણજી ફળિયા, તા.આમોદ, જી.ભરૂચ) ને પકડી વાપી ટ્રાફિક પોલીસ સ્ટેશન લાવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
