કોથામાં ડીજે વિના દેશી ઢોલના તાલે નવરાત્રી
- byDamanganga Times
- 14 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૧૩ ઃ કોથા-માછિયાવાસણ રોડ પર આવેલા સુપ્રસિદ્ધ શ્રી સિકોતર માતાજી મંદિર પરિસરમાં નવરાત્રી પર્વ નિમિત્તે અનોખી ભક્તિમય અને પરંપરાગત આભા જોવા મળી રહી છે. આજના આધુનિક યુગમાં ડીજે જેવા ઘોંઘાટિયા ઉપકરણોના ઉપયોગ વિના પણ અહીં દેશી ઢોલના ધબકારે અને સુરીલા લોકકલાકારોના કંઠે ગવાતા ગરબા ખેલૈયાઓ અને ભક્તોના મન મોહી રહ્ના છે.
‘હે માજી તારા મંદીરિયામાં’ ‘ઝીણા ઝીણા વાગે ઝાંઝરિયા’ જેવા લોકપ્રિય અને ભાવવાહી ગરબાઓના સુમધુર સૂર વચ્ચે માઈભક્તો મોડી રાત સુધી રાસ-ગરબાની રમઝટ બોલાવી માઁ સિકોતરની આરાધનામાં લીન બની રહ્ના છે, જેનાથી સમગ્ર વાતાવરણ પાવન અને ઉત્સાહસભર બની ગયું છે.
