Damanganga Times.

Damanganga Times.

October 14, 2026

ડાંગમાં કોîગ્રેસનું વિરોધ પ્રદર્શન

ડાંગમાં કોîગ્રેસનું વિરોધ પ્રદર્શન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા.૧૩ ઃ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના વઘઈ ખાતે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વઘઇ તાલુકા કોંગ્રેસ દ્વારા પ્રચંડ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.
ડાંગ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય તેમજ હાલ ડાંગ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા મંગળભાઈ ગાવિત અને વઘઈ તાલુકા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ બળવંતભાઈ દેશમુખની આગેવાનીમાં હજારોની સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા.
 વિશાળ જનમેદની સાથે નીકળેલી આ રેલીમાં ચૂંટણી પંચની કામગીરી સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સીઈસી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી બુલંદ કરવામાં આવી હતી.
 મંગળભાઈ ગાવિત જીલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરે અને બળવંતભાઈ દેશમુખની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસના અગ્રણી કાર્યકરો અને સમર્થકોઍ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
આ રેલીથી ડાંગના રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે.