પારડીમાં કોંગ્રેસની રેલી યોજાઈ
- byDamanganga Times
- 14 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૩ ઃ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને વલસાડ જિલ્લા કિસાન સેલ સમિતિ આયોજિત કિસાન અધિકાર રેલી પારડી આવી પહોંચી હતી સર્વપ્રથમ પારડીના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો અને બાદમાં પારડી તાલુકાના વિવિધ ગામડાઓમાં કિસાન રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશનભાઇ પટેલ ઉપપ્રમુખ વસંતભાઈ પટેલ વાપી મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા ખડુભાઇ પટેલ પારડી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સતિષભાઈ પટેલ પારડી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કપિલભાઈ હળપતિ મહિલા મોરચાના પ્રમુખ જીનલબેન કિસાન મોરચાના હોદ્દેદારો તથા કાર્યકર્તા ભેગા થયા હતા કિસાન અધિકાર રેલીનોરથ મામલતદાર કચેરીમાં આવ્યા બાદ તમામ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓઍ રેલી કાઢી હતી રેલી કાઢીને ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સામે વિવિધ મુદ્દે પારડીના -ાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો મોંઘવારી શિક્ષણ કિસાન ના પ્રશ્ન માપણી ના પ્રશ્ન દાખલાના પ્રશ્ન કંપનીમાં રોજગારીના પ્રશ્ન વગેરે પ્રશ્નોમાં જનતા પીસાઈ રહી હોય ઍવા મુદ્દાઓ સાથે આવેદનપત્ર સરકારની સામે આપવામાં આવ્યો હતો. આવેદનપત્ર આપવા બાદ કિસાન અધિકાર રેલીને રવાના કરવામાં આવી હતી. રેલી પારડી ઉંમરસાડી પલસાણા ઉદવાડા ગામ થઈને ટૂંકવાડા અંબાચ મોટા વાઘચીપા વગેરે વિસ્તારોમાં પહોંચી હતી.
આ રેલી પારડી તાલુકાના ગામડામાં ત્રણ દિવસ ચાલી હતી અને પારડી શહેરમાં રેલી ફરી હતી મોંઘવારી સામે લડીઍ સુશાસન લાવીઍ ઍવા મુદ્દાઓ સાથે રેલી જનતા વચ્ચે જશે રહેલી ને સુંદર પ્રતિસાદ મળી રહ્ના હોવાનો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ઉપપ્રમુખ બંને જણાઍ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કોંગ્રેસ પરિવર્તન લાવશે ઍવો દાવો કર્યો હતો અને ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે મોંઘવારી અને વિવિધ પ્રશ્નો અંગે આક્ષેપો કર્યા હતા.
