પારડી રેલવે સ્ટેશન પર સુવિધાઓનો અભાવ
- byDamanganga Times
- 14 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૩ ઃ વલસાડ જિલ્લાનું મુખ્ય મથક અને બ્રિટિશ કાળથી ધમધમતું પારડી રેલ્વે સ્ટેશન આજે પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાના કારણે સ્થાનિક મુસાફરો અને સ્થાનિક નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્ના છે. હાલમાં જ સ્થાનિક નાગરિકો અને અગ્રણીઓ દ્વારા રેલ્વે તંત્રને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે આ અંગે વરિષ્ઠ નાગરિક વનમાળી લાલભાઈ પટેલે જણાવ્યું કે પારડી રેલ્વે સ્ટેશન પર કોઈપણ જાતની સુવિધા નથી. નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે ગાડીમાં બેસવું કે મુસાફરી કરવી ખૂબ જ તકલીફજનક બની ગઈ છે. અહીં પ્લેટફોર્મ પર પૂરતા શેડ નથી, બેસવા માટે બાંકડા પણ નથી. ઉનાળા કે ચોમાસામાં મુસાફરોને ભારે તકલીફ ભોગવવી પડે છે. ઉપરાંત, ટિકિટ બારી પ્લેટફોર્મ નંબર ૧ પર છે, જ્યારે ટ્રેનો પ્લેટફોર્મ ૨ અને ૩ પર ઊભી રહે છે. ત્યારે ટિકિટ લેવા માટે દોડવું ભયજનક અને પરેશાની ઉભી કરે છે. જેથી ટિકિટ બારી પ્લેટફોર્મ વચ્ચે અથવા અંડરગ્રાઉન્ડ સગવડ ઉભી કરવા માંગ કરી હતી. મુંબઈ કે સુરત અમદાવાદ તરફ જવા માટે મુસાફરોઍ વાપી સુધી જવું પડે છે. પારડીમાં અતિ મહત્વની ટ્રેનો જેમ કે ગુજરાત ઍક્સપ્રેસ, ફલાઇંગ રાણી અને બરોડા ઇન્ટરસિટી જેવી ટ્રેનોના તાત્કાલિક સ્ટોપેજ આપવામાં આવે માંગ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે, પારડીના સિનિયર ઍડવોકેટ કીર્તિ આર. રાજપૂત દ્વાર પત્ર લખીને આ બાબતે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે. પત્રમાં જણાવ્યા મુજબ, પારડી તાલુકામાં મામલતદાર ઓફિસ પ્રાંત ઓફિસ જ્યુડિશિયલ કોર્ટ, ઞ્ત્ઝ઼ઘ્ અને અનેક શિક્ષણ સંસ્થાઓ આવેલી છે. આસપાસના આદિવાસી વિસ્તારોમાંથી હજારો શ્રમિકો, વિદ્યાર્થીઓ અને વેપારીઓ દરરોજ મુસાફરી કરે છે. રેલ્વે સ્ટેશન પર પૂરતા પ્રમાણમાં પ્લેટફોર્મ શેડ બનાવવા, પ્લેટફોર્મ ૨ અને ૩ માટે વૈકલ્પિક ટિકિટ બારી ઊભી કરવા તેમજ ગુજરાત ઍક્સપ્રેસ બરોડા ઇન્ટરસિટી અને ફલાઇંગ રાણી જેવી ટ્રેનોના સ્ટોપેજ આપવાની માંગણીઓ બુલંદ બની છે.
