તિથલ બીઍપીઍસ મંદિરે રંગોળી સ્પર્ધા યોજાઈ
- byDamanganga Times
- 13 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૨ ઃ સેવાના રંગ, રાષ્ટ્રના સંગ અંતર્ગત વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિરમાં પ્રાકૃતિક રંગો અને કુદરતી સામગ્રીના સર્જનાત્મક ઉપયોગથી કોલાજ વર્ક અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં પ્રકૃતિમાંથી પ્રા વિવિધ સામગ્રી, રંગો અને કલાત્મક તત્વોના અનોખા સંયોજનથી તૈયાર થયેલી રંગોળીઓઍ ઉપસ્થિત સૌનું વિશેષ ધ્યાન આકર્ષિત કર્યું હતું. જેમાં વિપુલ ડી. પટેલ (ડી. પી. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ), સતિષભાઈ પટેલ (કોસમકુવા પ્રાથમિક શાળા), ભરતભાઈ પટેલ (ડુંગરી સાર્વજનિક હાઈસ્કૂલ) તથા મિતાલી પટેલ (ગ્ખ્ભ્લ્ સ્વામિનારાયણ વિદ્યામંદિર, ઈંગ્લીશ મીડીયમ)ની ટીમ દ્વારા સતત બે દિવસની અથાગ મહેનત, સર્જનાત્મકતા અને કલાત્મક અભિવ્યક્તિથી તૈયાર કરવામાં આવેલી રંગોળીઍ સમગ્ર વલસાડ જિલ્લામાં ગ્રુપ વિભાગમાં પ્રથમ સ્થાન પ્રા કરી ગૌરવ વધાર્યું હતું. જ્યારે પ્રકૃતિ, કલા અને રાષ્ટ્રભાવના ઍકસાથે જોડાય છે, ત્યારે માત્ર રંગોળી નહીં પરંતુ ઍક વિચાર, ઍક સંદેશ અને ઍક સુંદર રાષ્ટ્રીય અભિવ્યક્તિનું સર્જન થાય છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ સમગ્ર ટીમને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વલસાડ અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી વલસાડ દ્વારા રોકડ ઇનામ અને સર્ટિફિકેટ આપી સન્માન કરી અભિનંદન પાઠવ્યાં હતા.
