Damanganga Times.

Damanganga Times.

October 13, 2026

વાપીમાં યુવતીઓમાં ચણિયાચોળી યુવાનોમાં કેડિયા ભાડે લેવાનો ક્રેઝ વધ્યો

વાપીમાં યુવતીઓમાં ચણિયાચોળી યુવાનોમાં કેડિયા ભાડે લેવાનો ક્રેઝ વધ્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૨ ઃ નવદુર્ગાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રિનું પર્વ હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્ના છે ત્યારે વાપી પંથકના યુવા યુવતીઓમાં આ નોરતામાં ગરબે ઘૂમવા નો ભારે ઉત્સાહ જોવા મળી રહ્ના છે. વાપી અને તેની આજુબાજુના વિસ્તારમાં રહેતા યુવા યુવતીઓ માટે હવે ગરબે ઘૂમવાનું પ્રોફેશનલ ઍક જ સ્થળ રહ્નાં છે. પરંતુ હવે ખાસ કરીને પોતાની સોસાયટીઓમાં અને મોહલ્લામાં શેરી ગરબા ઍ પણ હવે વર્ચસ્વ જમાવ્યું છે ઍટલે મોટાભાગના યુવા યુવતીઓ પોતાના મોહલ્લામાં કે સોસાયટીઓમાં જ ગરબે ઘૂમવાનું નક્કી કરી દીધું છે અને ખાસ કરીને આ યુવા યુવતીઓઍ નવરાત્રિના નવ દિવસ રાસ-ગરબા રમવા માટે યુવાનો અને યુવતીઓ અવનવા રંગબેરંગી ચણિયાચોળી અને કેડિયાનો પરિવેશ ધારણ કરતા હોય છે. ત્યારે વધતી જતી મોંઘવારીમાં યુવાનો-યુવતીઓ પોતાના શોખને સંતોષવા ચણિયાચોળી-કેડિયા સહિત પરંપરાગત વસ્ત્રો તેમજ દાગીના ભાડે લેવાનો ટ્રેન્ડ વધી રહ્ના છે. ગત વર્ષે ચણિયા ચોળીના ભાવ ૧૦૦૦થી લઈને રૂ.૩૦૦૦ સુધીના અને તેથી પણ વધુ ભાવો હતાં. આ વર્ષે ઍમાં વધારો થતાં યુવાવર્ગમાં નિરાશા જોવા મળી હતી. આથી વેપારીઓઍ યુવકો કે યુવતીઓને ચણિયાચોળી-કેડિયું કે સુરવાલ ખરીદવા ન હોય તેમને રોજના રૂ.૩૦૦થી લઈને રૂ. ૧૨૦૦ સુધીના ભાડામાં ડ્રેસ આપવાનો ટ્રેન્ડ શરૂ કરતા તેને સારો ઍવો પ્રતિસાદ મળ્યો છે કારણ કે આ પ્રકારે ભાડે ચણિયાચોળી કે અન્ય ચીજો લેવાથી દરરોજ વિવિધતા જોવા મળે છે. તેમજ મનપસંદ વેરાયટી વાળી ચીજોનો ઉપયોગ કરી શકાય છે. તો બીજી તરફ ટ્રેડિશનલ વસ્ત્રો પર યુવતીઓને મનગમતા દાગીના ઍટલે કે હાર, જવેલરી પણ ખરીદી અને ભાડેથી લઈ રહ્ના છે. જોકે વાપીના મુખ્ય બજારમાં તેમજ ગુંજન વિસ્તારમાં તો અનેક દુકાનો પણ શરૂ થઈ છે. તો કેટલીક યુવતીઓ અને ખાસ કરીને વાપીમાં ગરબા ક્લાસીસ ચલાવતા સંચાલકો પણ આ ડ્રેસ વેચાણ અને ભળેથી આપવાની કામગીરી કરી રહ્ના છે.
વાપી પંથકમાં હવે પ્રોફેશનલ ગરબાનું આયોજન ઍક જ સ્થળે થતું હોય જેને લઇ યુવા યુવતીઓ પોતાની સોસાયટીઓમાં જ ગરબા રમવાનું પણ વધારે પસંદ કરી રહ્ના છે.