Damanganga Times.

Damanganga Times.

October 13, 2026

વલસાડની આર.ઍમ. ઍન્ડ વી.ઍમ. વિદ્યાર્થીઅો વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ઝળકયા

વલસાડની આર.ઍમ. ઍન્ડ વી.ઍમ. વિદ્યાર્થીઅો વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ઝળકયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૨ ઃ વલસાડ સ્થિત આર.ઍમ.ઍન. વી.ઍમ. દેસાઈ વિદ્યાધામના વિદ્યાર્થીઓઍ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં તાલુકા કક્ષાઍ પ્રથમ ક્રમ પ્રા કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીઓઍ પોતાની વૈજ્ઞાનિક વિચારશક્તિ, સર્જનાત્મકતા અને નવીન પ્રયોગો દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળાના પ્રમુખ વિનોદચંદ્રન મગનભાઈ દેસાઈ, મંત્રી દોલતભાઈ દેસાઈ અને આચાર્ય બિજલબેન આઈ. પટેલે અભિનંદન પાઠવ્યાં હતાં. શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની મહેનતના પરિણામે આ સફળતા પ્રા થઈ છે.આ સિદ્ધિથી શાળામાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી છે. વિદ્યાર્થીઓની આ સફળતા અન્ય વિદ્યાર્થીઓને પણ વિજ્ઞાન ક્ષેત્રે નવીન સંશોધનો અને પ્રયોગો કરવા માટે પ્રેરણા પૂરી પાડશે.શાળાની આ સિદ્ધિ માટે પ્રમુખ વિનોદચંદ્રન મગનભાઈ દેસાઈ, મંત્રી દોલતભાઈ દેસાઈ અને આચાર્ય બિજલબેન આઈ. પટેલે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.