વલસાડના ‘જય ભવાની ગ્રુપ’ના ૬૫ યુવાનો માતાના મઢ પહોંચ્યા
- byDamanganga Times
- 13 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૨ ઃ વલસાડના ‘જય ભવાની ગ્રુપ’ દ્વારા છેલ્લા ૩૨ વર્ષથી ચાલતી ભક્તિમય પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ ૬૫ જેટલા યુવાનો સાયકલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી આશાપુરા માતાજીના ધામ માતાના મઢ ખાતે પહોંચી ગયા છે.
આ સાયકલ યાત્રાનો પ્રારંભ વલસાડ શાકભાજી માર્કેટ સ્થિત ભીડભંજન મહાદેવ મંદિર થી તા. ૪/૧૦/૨૦૨૪ ના રોજ બપોરે ૩ કલાકે માતાજીના જયઘોષ સાથે ભક્તિમય માહોલમાં થયો હતો. શ્રદ્ધા અને ઉત્સાહ સાથે નીકળેલા આ ૬૫ યુવાનોઍ રસ્તામાં ધર્મજ સ્થિત જલારામ બાપાના મંદિર, સુપ્રસિદ્ધ ચોટીલા ધામ, માટેલ ખોડિયાર માતાજી તેમજ કબરાઉ મોગલ ધામમાં શીશ ઝુકાવી દર્શન-અર્ચન કર્યા હતા.
તમામ પવિત્ર યાત્રાધામોના આશીર્વાદ મેળવતા આ યુવાનો કઠિન પ્રવાસ ખેડી આખરે માતાના મઢ ના કુળદેવી આશાપુરા માતાજીના ચરણોમાં તા. ૧૦/૧૦/૨૦૨૬ ના રોજ પહોંચ્યા હતા. સમગ્ર સંઘ માતાના મઢ પહોંચતા જ વાતાવરણ ૅજય આશાપુરા મૉના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું અને યુવાનોઍ મા આશાપુરાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ અનોખી સાયકલ યાત્રા સફળતાપૂર્વક સંપન્ન થતાં વલસાડ પંથકના ભક્તોમાં પણ હર્ષોલ્લાસ જોવા મળી રહ્ના છે.
