Damanganga Times.

Damanganga Times.

October 13, 2026

વલસાડના ધારાસભ્યઍ કોસંબા-દીવાદાંડી પ્રા. શાળા અને આંગણવાડીની મુલાકાત લીધી

વલસાડના ધારાસભ્યઍ કોસંબા-દીવાદાંડી પ્રા. શાળા અને આંગણવાડીની મુલાકાત લીધી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૨ ઃ વલસાડ વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભરતભાઈ પટેલે કાંઠા વિસ્તારમાં આવેલા કોસંબા - દીવાદાંડી ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે શાળા-આંગણવાડીના શૈક્ષણિક કાર્ય તેમજ પાયાની સુવિધાઓનું સ્થળ પર નિરીક્ષણ કરી જરૂરી બાબતોની સર્વાંગી સમીક્ષા હાથ ધરી હતી. વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે શાળાના વર્ગખંડોમાં જઈ બાળકો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો અને તેમના શિક્ષણના સ્તર વિશે જાણકારી મેળવી હતી. આ ઉપરાંત, આંગણવાડીમાં બાળકોને અપાતા પૌષ્ટિક આહાર, સ્વચ્છતા અને બાળ વિકાસલક્ષી પ્રવૃત્તિઓની પણ બારીકાઈથી ચકાસણી કરી હતી. શાળામાં પીવાના પાણી, શૌચાલય, મધ્યાહ્ન ભોજન અને રમતગમતના સાધનો સહિતની વ્યવસ્થાઓની સમીક્ષા કરી સંબંધિત સ્ટાફને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ મુલાકાત વેળાઍ સ્થાનિક અગ્રણીઓ, શિક્ષકો, આંગણવાડી કાર્યકરો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતા. ધારાસભ્ય દ્વારા લેવાયેલી આ મુલાકાતને સ્થાનિક લોકોઍ આવકારી શિક્ષણ ક્ષેત્રે થયેલી કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો.