Damanganga Times.

Damanganga Times.

October 13, 2026

વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલયમાં અગત્યની બેઠક મળી

વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલયમાં અગત્યની બેઠક મળી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૨ ઃ  ગુજરાત પ્રદેશ ભાજપ પ્રદેશ અધ્યક્ષ  જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી  રત્નાકર તેમજ પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ઝોન પ્રભારી પ્રશાંતભાઈ કોરાટની સૂચના અને માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા ભાજપ મુખ્ય ભાજપ કાર્યાલય વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ  હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. બેઠકમાં આગામી દિવસોમાં પક્ષ દ્વારા હાથ ધરવામાં આવનાર વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમો, જનસંપર્ક અભિયાન તેમજ યોજનાકીય કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રદેશ મંત્રી  સોનલબેન સોલંકી (જૈન), જિલ્લા પ્રભારી  વિનયભાઈ શુક્લ અને જિલ્લા પ્રમુખ  હેમંતભાઈ કંસારાઍ ઉપસ્થિત તમામ અપેક્ષિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડી કાર્યક્રમોને પાયાના સ્તર સુધી સફળ બનાવવા માટે સક્રિય પ્રયાસો કરવા આહ્વાન કર્યું હતું.
જિલ્લા સંગઠનના વિવિધ મોરચાના હોદ્દેદારો, મંડલ પ્રમુખો અને અગ્રણી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓઍ આગામી કાર્યક્રમોને ઉત્સાહપૂર્વક અને પરિણામલક્ષી બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો.