Damanganga Times.

Damanganga Times.

October 13, 2026

મગોદ ડુંગરીમાં જિલ્લાકક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

મગોદ ડુંગરીમાં જિલ્લાકક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૨ ઃ વલસાડ તાલુકાના મગોદ-ડુંગરી ગામે આજરોજ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં જિલ્લાભરની શાળાઓના ઉત્સાહી વિદ્યાર્થીઓઍ ભાગ લઈ પોતાની વૈજ્ઞાનિક સૂઝબૂઝ અને સર્જનાત્મકતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોઍ બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ વિજ્ઞાનલક્ષી કૃતિઓ અને પ્રોજેક્ટ્સનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. વિદ્યાર્થીઓઍ પર્યાવરણ સંરક્ષણ, ઊર્જા બચત, કૃષિ ટેકનોલોજી અને દૈનિક જીવનમાં ઉપયોગી અવનવી થીમ પર આધારિત નવીન મોડેલ્સ રજૂ કરી પોતાની વૈજ્ઞાનિક પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. બાળકોના વૈજ્ઞાનિક અભિગમ, જિજ્ઞાસાવૃત્તિ અને ઊંડા વિચારને નિહાળી ઉપસ્થિત સૌ કોઈ પ્ર-ભાવિત થયા હતા. આ પ્રસંગે વલસાડ ના ધારાસભ્ય ભરતભાઈ પટેલ  ઉપસ્થિત રહી  તમામ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને બિરદાવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે  શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે જ આગામી સમયમાં દેશ અને સમાજ માટે નવા સંશોધનો કરી ભારતનું નામ રોશન કરે તેવો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો.