વલસાડમાં અગ્રવાલ સમાજ દ્વારા મહારાજા અગ્રસેનજીની ૫૧૫૦મી જન્મજયંતિ ઉજવાઈ
- byDamanganga Times
- 13 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૨ ઃ વલસાડ અગ્રવાલ સમાજ દ્વારા આદ્ય પ્રવર્તક મહારાજા શ્રી અગ્રસેનજીની ૫૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ઍક ભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન વલસાડની ઍક હોટલમાં કરવામાં આવ્યું હતું. વલસાડ યોજાયેલા આ કાર્યક્રમમાં સમગ્ર અગ્રવાલ પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતો. કાર્યક્રમની શરૂઆત મહારાજા અગ્રસેનજીની છબી સમક્ષ દીપ પ્રાગટ્ય અને પૂજન-અર્ચન સાથે કરવામાં આવી હતી.
સમારોહમાં પુરુષો, મહિલાઓ તેમજ બાળકોઍ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત વડીલો અને અગ્રણીઓઍ મહારાજા અગ્રસેનજીના આદર્શો, અહિંસા અને સમાજ કલ્યાણના સંદેશને જીવનમાં ઉતારવા આહવાન કર્યું હતું. ઉજવણીના ભાગરૂપે સમાજના તેજસ્વી અને વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો.
પુરુષો મહિલાઓ બાળકો સર્વે ઉત્સાહ સાથે ડાન્સ નાટક ભજન રજુ કરેલ હતા
સમાજ દ્વારા બાળકો ને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખ તેમજ તેમની સમગ્ર કારોબારી ટીમે અથાગ મહેનત કરી સુંદર વ્યવસ્થા ગોઠવી હતી. કાર્યક્રમના અંતે સ્વાદિષ્ટ ભોજન-પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ સમાજજનોઍ સાથે મળીને પારિવારિક માહોલમાં ઉત્સવ માણ્યો હતો.
