લાકડમાળમાં વીજ કરંટ લાગતાં યુવકનું મોત
- byDamanganga Times
- 13 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૧૨ ઃ ધરમપુર તાલુકાના લાકડમાળ ગામે પટેલ ફળિયામાં નવી બની રહેલી દુકાનના શેડ પર વેલ્ડિંગનું કામ કરતી વખતે વીજ કરંટ લાગતાં ૧૮ વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાને પગલે પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી.
ધરમપુર પોલીસ મથકેથી પ્રા થયેલી માહિતી અનુસાર નાનાપોંઢા તાલુકાના કુંડા ગામના નિશાળ ફળિયામાં રહેતા જયદીપ ધનસુખભાઈ રડિયા (ઉંમર ૧૮ વર્ષ) તા. આજ રોજ બપોરે આશરે ૨ૅં૪૫ વાગ્યે લાકડમાળ ગામે હિમાંશુભાઈ સુરેશભાઈ પટેલની નવી બની રહેલી દુકાનના શેડ પર વેલ્ડિંગનું કામ કરી રહ્ના હતા. આ દરમિયાન વીજ થાંભલા પરના વીજતારનો સંપર્ક થતાં તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો જે નીચે પટકાતા કરંટ લાગવાથી ગંભીર અસર થતાં સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ધરમપુર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
