Damanganga Times.

Damanganga Times.

October 13, 2026

સેલવાસની નટરાજ હોટલમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો ઃ હત્યાની શંકા

સેલવાસની નટરાજ હોટલમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો ઃ હત્યાની શંકા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા.૧૨ ઃ સેલવાસ ચાર રસ્તા નજીક આવેલી નટરાજ હોટલ બાર ઍન્ડ રેસ્ટોરન્ટમાં ૩૫ વર્ષીય જયશ્રીનો મૃતદેહ મળી આવવાના બનાવે ફરી ઍકવાર આ ચિંતા સામે લાવી છે. પ્રાથમિક માહિતી મુજબ, જયશ્રીઍ ૧૦ ઑક્ટોબરના રોજ પોતાના પ્રેમી સાથે રૂમ બુક કરાવ્યો હતો. તેની હત્યા થઈ હોવાનો આરોપ છે અને આરોપી ફરાર થયો હોવાનું જાણવા મળે છે. જોકે, ઘટનાની સંપૂર્ણ વિગતો પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. જયશ્રી હત્યા કેસ બાદ શહેરમાં અગાઉ બનેલા સમાન પ્રકારના બનાવોની સમીક્ષા કરવાની જરૂર છે. શું અગાઉના કેસોમાં પણ હોટલના રૂમનો ઉપયોગ થયો હતો? શું આરોપીઓઍ ગુનો કર્યા બાદ ફરાર થવાની સમાન પદ્ધતિ અપનાવી હતી? પોલીસ રેકોર્ડમાં આવી કોઈ સમાનતા સામે આવે તો તે કાયદો અને વ્યવસ્થા માટે ગંભીર ચેતવણી બની શકે છે. વિવિધ ભાષાઓ બોલતા લોકોની અવરજવર ધરાવતા સેલવાસમાં હોટલ સંચાલકો, પોલીસ અને વહીવટી તંત્ર વચ્ચે અસરકારક સંકલન જરૂરી છે.