ધરમપુરની લાયબ્રેરીમાં પુસ્તક પરિચય કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 12 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ))
ધરમપુર તા. ૧૧ ઃ પુસ્તક પરિચય પરબ વલસાડ દ્વારા પુસ્તકો, સાહિત્યનો વ્યાપ વધે ઍ માટે પુસ્તક વાંચન,સાહિત્યના કાર્યકમોનું આયોજન પુસ્તક પરિચયના સ્થાપક ડો. આશાબેન ગોહિલ, હાર્દિક પટેલ, તથા નીલમ પટેલ(ખોબા ટ્રસ્ટ) ના સંચાલન હેઠળ કરવામાં આવે છે, જે અન્વયે પુસ્તકો પરિચય ૫૮માં મણકાનું આયોજન ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત માહારાણા નારણદેવજી લાઈબ્રેરી, ધરમપુરમાં કરવામાં આવ્યું હતું. ધરમપુર નગર અને લાઈબ્રેરી રાજવી સમયના હોય પુસ્તક પરિચયમાં રાજવીનો ઇતિહાસના પુસ્તકોમાં ગ્લોરિ ઓફ ધરમપુરનો પરિચય આ પુસ્તકના લેખક ડૉ. ચંદ્રહાસ નાયકે તથા ધરમપુરની રાજકુમારી અને ગોંડલના રાજવી ભાગવતસિંહજીના મહારાણી નંદ કુંવરબાનાં પુસ્તક ગૌ મન્ડળ પરિક્રમ માટે વન્દનાબેન સોલંકીઍ વિસ્તૃત માહિતીઓ આપી હતી. ધરમપુર નગરપાલિકાના કોર્પોરેટર સમીપભાઈ રાંચે પુસ્તક પરિચય વલસાડના સભ્યોનું શાબ્દિક શબ્દોથી સ્વાગત કર્યું હતું તથા લાઈબ્રેરીની અને સાહિત્યના કાર્યકમોની વિસ્તુત માહિતીઓ આપી અન્ય પુસ્તકોનો ડૉ. સન્ધ્યાબેન મેરિયા, દિપકભાઈ વિગેરેઍ પરિચય આપ્યો હતો. આ કાર્યક્રમમાં સુરેશભાઈ ગોહિલની વિશેષ ઉપસ્થિતિ હતી, જેઓ હાલે કસ્ટમ્સ વિભાગમાં ડેપ્યુટી કમિશનર તરીકે મુંબઈમાં કાર્યરત છે. તેમણે ભારતભૂમિના અનેક વિસ્તારો ઉપરાંત વિશ્વના વિવિધ દેશોમાં પણ સાઇકલ દ્વારા પ્રવાસ કરીને જીવનના અનેક યાદગાર અનુભવોમેળવ્યા છે તથા કૈલાસ-માનસરોવર યાત્રા. ભારત સરકાર દ્વારા આયોજિત કૈલાસ-માનસરોવર યાત્રામાં તેમણે ઍક સમગ્ર ટીમના લાયઝન ઓફિસર તરીકે જવાબદારી નિભાવી હતી અને આ પવિત્ર યાત્રા તથા ટ્રેકિંગ, સાયકલ પ્રવાસના પોતાના અનુભવોની વાતો કરી હતી. આ કાર્યક્રમમાં ધરમપુર નગરપાલિકા પ્રમુખ મયંકભાઈ મોદી, લાઈબ્રેરી ચેરમેન દીપમાલાબેન ચોનકર, બંધકામ સમિતિ ચેરમેન સમીપભાઈ રાંચ તથા અન્ય સભ્યો તથા ધરમપુરના રાજવી પરિવારના ગૌરવદેવજી ( મોન્ટી દાદા ), પાર્થ રાવરાણા, પહલ ટ્રસ્ટ ના ઋષિત મસરાણી, સાહિત્ય પ્રભાતના તેજસ, દેવલ રાંચ, પંકજ પટેલ, પરેશ રાવલ હાજર રહી પુસ્તક પરિચયની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં ધરમપુર વલસાડના સાહિત્ય પ્રેમીઓ બહોળી સંખ્યામાં હાજર રહિયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટીનાબેન પટેલે કર્યું હતું.
